નકલી પાસનું ષડયંત્ર ઝડપાયું:બાયડના શરણાઈ પાર્ટી પ્લોટમાં નકલી પાસ બનાવી ગરબામાં ગેરકાયદેસર પ્રવેશ કરાવનારા ત્રણ શંકાસ્પદ યુવકો ઝડપાયા

અરવલ્લી (મોડાસા)2 મહિનો પહેલા

દેશ અને દુનિયામાં નવરાત્રીના પર્વમાં માતાજીના ગરબા સુંદર સલામત રીતે લોકો રમી શકે તે માટે વ્યવસ્થાના ભાગરૂપે અલગ સુરક્ષિત જગ્યા શોધીને અલાયદું આયોજન કરાતું હોય છે. ત્યારે આવા આયોજનના નકલી પાસ બનાવી અને ગેરકાયદેસર ખેલૈયાઓને પ્રવેશ આપવાનું ષડયંત્ર ઝડપાયું છે.

નકલી પાસ બનાવનારા ત્રણ યુવકો ઝડપાયા
બે વર્ષ કોરોનાના કારણે નવરાત્રીના આયોજનો પર બ્રેક લાગેલી હતી. ત્યારે ચાલુ વર્ષે તમામ જિલ્લા-રાજ્યો અને દેશ દુનિયામાં નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બાયડના શરણાઈ પાર્ટી પ્લોટને એક સલામત અને સુરક્ષિત સ્થળ તરીકે કરાયેલા આયોજનના ખર્ચને પહોંચી વળવા માટે આયોજકો દ્વારા પાસ બનાવવામાં આવ્યા છે. એ પાસ હોય એને જ પાર્ટી પ્લોટમાં પ્રવેશ આપવાનું નક્કી કરાયું છે. ત્યારે બાયડના આ નવરાત્રી મહોત્સવમાં નકલી પાસ પર પ્રવેશ મેળવનાર ઝડપાયા છે. આ કામગીરીમાં ખાસ ત્રણ યુવકો ઝડપાયા છે. તેમની ભૂમિકા શંકાસ્પદ જણાતાં બાયડ પોલીસે ત્રણેય યુવકો એ ઝડપી પૂછપરછ હાથ ધરી છે. ત્યારે અવનવા ષડયંત્ર રચી માત્ર નાણાકીય લાભ મેળવવા માટેના માસ્ટર માઇન્ડોએ માતાજીના ગરબામાં પણ નકલી પાસથી કમાણી કરવાનું ચુક્યા નથી. ત્યારે તમામ સલામતી વિભાગો માટે એક પડકારજનક ઘટના કહી શકાય.

અન્ય સમાચારો પણ છે...