કાર્યવાહી:મોડાસાના કુડોલ ગામના વકીલ ઉપર હુમલો કરી લૂંટ કરનારા ત્રણ ઝડપાયા

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોડાસામાં ચાલતાં કેસમાં વકીલ સાથે સામે પક્ષે અણબનાવ બનતા આરોપીઓને પૈસા આપી મારમરાયો

મોડાસાના કુડોલના વકીલ જયેન્દ્રભાઈ પ્રજાપતિ ઉપર 10 દિવસ અગાઉ મોતીપુરાની સીમમાં ઈકોમાં અજાણ્યા શખ્સો દ્વારા દંડા વડે હુમલો કરી વકીલના મોબાઇલની લૂંટ ચલાવવાના કેસમાં એલસીબીએ ત્રણ આરોપીઓને ઝડપી ઇકો કબજે કરી છે. કુડોલમાં રહેતા વકીલ જયેન્દ્રભાઈ ગુલાબચંદ પ્રજાપતિ ઉપર તા. 29 જૂનના રોજ મોતીપુરાની સીમમાં કાર લઈ પસાર જતા હતા. તે દરમિયાન ઈકોમાં આવેલા અજાણ્યા શખ્સો કાર નં. જીજે 31 એ 2105 રસ્તા વચ્ચે રોકી વકીલના મોબાઇલની લૂંટ ચલાવી બાઇક પર આવેલા શખ્સો સહિતનાઓએ દંડા વડે વકીલ ઉપર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

આ પ્રકરણમાં એલસીબીએ ભિલોડાના માકરોડા વેજપુર અને કલ્યાણપુરના 5 શખ્સો દ્વારા આચરાયો હોવાનું બહાર આવતા પોલીસે 3 ની અટકાયત કરી ઇકો નં. જીજે 31 એ 9356 કબજે લઇ આરોપીઓની પૂછપરછ હાથ ધરતા ભિલોડાના શંકરભાઈ મગનભાઈ ગુર્જરને તેની પુત્રવધૂના મોડાસા કોર્ટમાં ચાલતા છૂટાછેડાના કેસમાં વકીલ સાથે અણબનાવ બનતા તેણે પાંચ શખ્સોને રૂપિયાની લાલચ આપી હુમલો કરાયો હતો.

ઝડપાયેલા આરોપીઓ
અનિલભાઈ શાંતિલાલ કલાસવા રહે. કલાસવા ફળિયુ માકરોડા તા. ભિલોડા, સતિષભાઈ ધૂળજીભાઈ બરંડા રહે. વેજલપુર તા. ભિલોડા, હર્ષદભાઈ રમણભાઈ હોથા રહે. કલ્યાણપુર તા. ભિલોડા

ફરાર બે આરોપીઓ
વિજયભાઈ પ્રભુદાસ કોટવાળ રહે. માકરોડા તા. ભિલોડા,કાળુ નામનો શખ્સ

અન્ય સમાચારો પણ છે...