રેસ્ક્યુ:મોડાસાના કુડોલઘાટામાં કતલખાને લઇ જવાતાં ત્રણ પાડાને બચાવાયા

મોડાસા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડાસાના રાણાસૈયદના બે શખ્સો પકડાયા મોડાસાના ટીંટોઇનો શખ્સ પકડાવાનો બાકી

મોડાસાના કુડોલઘાટાની સીમમાં ડાલાનો પીછો કરીને રૂરલ પોલીસે મરણતોલ હાલતમાં કતલખાને લઇ જવાતાં 3 પાડા બચાવી ઇડર પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા. પોલીસે મોડાસાના રાણા સૈયદના બે શખ્સોને જેલ હવાલે કરી પાડા ભરી આપનાર મોડાસાના ટીંટોઈના વોન્ટેડની શોધખોળ હાથ ધરી છે.

મોડાસા રૂરલ પોલીસે કુડોલ ઘાટાની સીમમાં ડાલા નંબર gj 31 t 16 84 ના ચાલકે પોલીસને જોઈ ડાલાને મોડાસા તરફ હંકારતાં પોલીસે પીછો કરી ઝડપતાં ડાલામાં મરણતોલ હાલતમાં ઘાસચારા વગર રાખવામાં આવેલા પાડા નંગ 3 મળ્યા હતા. પોલીસે રૂ. 15હજારના કતલખાને લઇ જવાતા પાડા બચાવીને આરોપી નિશાર ભાઈ ચીમનભાઈ મુલતાની અને ભુરીયાભાઈ નાથુભાઈ મુલતાની બંને રહે રાણા સૈયદ મોડાસાને ઝડપી પાડીને જેલ હવાલે કર્યા હતા. પાડા ભરી આપનાર વોન્ટેડ વિપુલભાઈ સરાણી રહે. ટીંટોઈ તા.મોડાસાની શોધખોળ પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...