મોડાસા શહેરના કોલેજ રોડ ઉપર આવેલા ડિલક્ષ કોર્પોરેશનમાં એક જ રાત્રીમાં તસ્કરોએ ત્રણ દુકાનોનાં તાળાં તોડી તરખાટ મચાવ્યો હતો. તસ્કરો બે દુકાનોમાંથી સેમસંગ કંપનીનો રૂપિયા સવા લાખની કિંમતનો મોબાઇલ તેમજ રૂપિયા પચાસ હજાર રોકડ અને બાજુની અન્ય દુકાનમાંથી રૂપિયા 4000નો કેમેરો લઇ તસ્કર ટોળકી પલાયન થઇ ગઇ હતી.
મોડાસાની કોલેજ રોડ ઉપર આવેલી ડ્રીમ્સ ઓવરસિઝ નામની દુકાનનું તાળું તોડીને શટર ઊંચું કરી રૂપિયા એક લાખ 25 હજારની કિંમતનો મોબાઈલ તેમજ દુકાનમાં ડ્રોવરમાં મુકેલા રૂપિયા 50 હજારની રોકડ ચોરીને અંજામ આપીને તસ્કરો નજીકમાં આવેલી 99 સ્ટોર નામની મિતેશ પટેલની દુકાનમાંથી રૂપિયા 4000નો કેમેરો ઉઠાવી ગયા હતા.
તસ્કરોએ બંને દુકાનમાં રહેલી ચીજવસ્તુઓ રફેદફે કરીને રૂપિયા 1,79000ની મતાની ચોરીને અંજામ આપીને પલાયન થઈ ગયા હતા. બાજુમાં આવેલી ફર્નિચરની દુકાન તોડીને પણ તેમાં ચીજવસ્તુઓ રફેદફે કરી હતી આ આ અંગે સાલેહ મહંમદ ફકીર મહંમદ ખાનજી રહે હુસેની સોસાયટી મોડાસાના એ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.