મોડાસા તાલુકાના વરથુમાં ડુંગર ઉપર આવેલા મહાકાળી માતાજીના મંદિરના દરવાજાનો નકૂચો તોડી ચોરો રૂ. 15હજારના ચાંદીના નાના 15 નંગ છત્તર ઉઠાવી જતાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે મંદિરનું સંચાલન કરતાં ગામના અગ્રણીએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
વરથુમાં ડુંગર ઉપર આવેલા મહાકાળી માતાજીના મંદિરે છેલ્લા 14 વર્ષથી પૂજન અર્ચન કરતાં ગામના પ્રતાપભાઈ ભીખાભાઈ પૂજારા માતાજીની સેવા પૂજા કરીને નિત્યક્રમ મુજબ મંદિરનો દરવાજો લોક કરીને ઘરે આવ્યા હતા. દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોએ મંદિરના દરવાજાનો નકૂચો તોડીને અંદર ગેરકાયદે પ્રવેશ કરી માતાજીના મંદિરમાં રહેલા ચાંદીના નાના છત્તર નંગ 15 ચાંદી ગ્રામ 300 કિં 15000ના ચાંદીના છત્તરની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. વહેલી સવારે પૂજારીએ મંદિરનો નકૂચો તૂટેલો જોતાં તેમણે ગ્રામજનોને જાણ કરતાં ગ્રામજનો મંદિર ખાતે દોડી ગયા હતા.
આ અંગે મંદિરનું સંચાલન કરતાં દેવકરણભાઈ કહનાભાઇ પટેલે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ચોરીથી ગામમાં ફફડાટ ફેલાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.