સ્થાનિકોમાં આક્રોશ:માલપુરના પરપોટીયા નવાનગર સુધી બે કિમી માર્ગ બિસમાર

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉકેલ નહીં આવે તો ગ્રામજનોએ વિધાનસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી

માલપુરના પરપોટીયા નવાનગર પાકા રોડથી વંચિત રહેતા શાળાએ જતાં બાળકો સહિત જનતાને ચોમાસામાં પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં હજુયે ભૂલકાંઓ સહિત 400 થી વધુની વસ્તી ધરાવતા ગામના લોકોને ચોમાસામાં ખાડા ખાબોચિયા વાળા સાવ ઉબડખાબડ ધૂળિયા રસ્તા પર ચાલવાની ફરજ પડે છે.

આઝાદીનાં આટલાં વર્ષો દરમિયાન ધારાસભ્યોને પણ મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરાઇ છે છતાંયે આજદિન સુધી આ ગામને જોડતો બે કિમી રસ્તો પાકો બનાવવા તંત્ર પણ ઉણું ઉતર્યું છે. આ ગામના લોકોએ હવે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા અને આગામી વિધાનસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...