દર્શનના સમયમાં ફેરફાર:યાત્રાધામ શામળાજીમાં ભાદરવી પૂનમને લઈને મંદિર 1 કલાક વહેલું ખોલવામાં આવશે

અરવલ્લી (મોડાસા)એક મહિનો પહેલા

ભાદરવી પૂનમ ના10/09/2022ને શનિવારના દિવસે દિવસે લાખો ભક્તો યાત્રાધામ શામળાજી, અંબાજી દર્શન માટે જતા હોય છે. ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓને દર્શન કરવામાં અનુકૂળતા જળવાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમય માં ફેરફાર કરાતો હોય છે. ત્યારે યાત્રાધામ શામળાજી મંદિરે દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.

ભાદરવી પૂર્ણિમાના દિવસે યાત્રાધામ શામળાજી ખાતે આસપાસના વિસ્તારના હજારો શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને દર્શન કરવા આવતા હોય છે. યાત્રાળુઓનો ભારે ધસારો હોવાના કારણે ભક્તોને દર્શન માટે પડાપડી ન થાય અને વ્યવસ્થા જળવાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા દરરોજ કરતા 1 કલાક વહેલું મંદિર ખોલવામાં આવશે એટલે કે દિવસના તમામ મનોરથનો સમય 1 કલાક વહેલો હશે.

તારીખ 10-09-2022ને શનિવારના રોજ દર્શનનો સમય

  • મંદિર ખુલશેઃ સવારે 5ઃ00 કલાકે
  • મંગળા આરતીઃ સવારે 5ઃ45 કલાકે
  • શણગાર આરતીઃ સવારે 8ઃ30
  • રાજભોગ ધરાશેઃ સવારે 11ઃ30 કલાકે (મંદિર બંધ થશે)
  • મંદિર ખુલશેઃ 12ઃ15 કલાકે રાજભોગ આરતી
  • મંદિર બંધ થશેઃ બપોરે 1ઃ00 કલાકે
  • મંદિર ખુલશેઃ બપોરે 2ઃ15 કલાકે
  • સંધ્યા આરતીઃ સાંજે 7ઃ15 કલાકે
  • શયન આરતીઃ રાત્રે 8ઃ15 કલાકે
  • મંદિર બંધ થશેઃ રાત્રે 8ઃ30 કલાકે
અન્ય સમાચારો પણ છે...