આવેદન:માલપુરના મગોડી નજીક ભે માતાનું મંદિર અજાણ્યા શખ્સોએ તોડી પાડ્યું

મોડાસા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માલપુર ક્ષત્રિય ઠાકોર સેના અને હિન્દુ અગ્રણીઓનું કલેક્ટરને આવેદન
  • મંદિર તોડી પાડવામાં વનવિભાગને કોઇ લેવાદેવા નથી: વનવિભાગ RFO

માલપુરના મગોડી ગામ નજીક ડુંગર ઉપર આવેલ અતિ પ્રાચીન ભે માતાના મંદિરને અજાણ્યા શખ્સો દ્વારા તોડી પાડવામાં આવતાં પ્રચંડ આક્રોશ સ્થાનિકોમાં ઉભો થવા પામ્યો છે. સમગ્ર પ્રકરણને લઈ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના માલપુર અને હિન્દુ અગ્રણીઓએ જિલ્લા કલેકટરને રામધૂન સાથે આવેદનપત્ર આપ્યું હતું.

મગોડી ગામ પાસે આવેલ ડુંગર ઉપર અતિપ્રાચીન ભે માતાનું મંદિર અજાણ્યા શખ્સોએ તોડી પાડતાં શ્રદ્ધાળુઓમાં પ્રચંડ આક્રોશ ઉભો થઈ જવા પામ્યો છે. ત્યારે આ મંદિર તોડી પાડવામાં વન વિભાગના આરએફઓની ભૂમિકા હોવાનો આક્ષેપ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, માલપુર તથા હિન્દુ અગ્રણીઓએ કર્યો હતો.

ભૈ માતા મંદિર તોડવા બાબતે આરએફઓ અજયસિંહે જણાવ્યું કે વન વિભાગ દ્વારા કોઈપણ મંદિર તોડાયું નથી. વન વિભાગ અત્યારે જ તોડનાર વ્યક્તિઓને શોધી રહ્યું છે થોડા સમય પહેલા કેટલાક ગ્રામજનોની રજૂઆતને લઈ મંદિર ખાતે વન વિભાગે મુલાકાત કરી હતી પરંતુ મંદિર તોડવા બાબતે વન વિભાગને કંઈ લેવાદેવા નથી.

અન્ય સમાચારો પણ છે...