હુમલો:ચપ્પુ બતાવી મિલકત આપી દો કહી પુત્રનો પિતા પર હુમલો

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પત્નીએ જાનથી મારી નાખવાની ધમકી આપી
  • ​​​​​​​મોડાસામાં પતિ અને પત્ની વિરુદ્ધ ગુનો નોંધાયો

મોડાસા શહેરની રાધા કૃષ્ણ સોસાયટીમાં હાથમાં ચપ્પુ લઈને આવેલો પુત્ર પિતાને કહેવા લાગ્યો હતો કે તમારી તમામ મિલકત મને આપી દો નહીં તો તમને જાનથી મારી નાખીશ. 70 વર્ષીય પિતાએ પુત્ર અને તેની પત્ની વિરુદ્ધ મોડાસાના ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મોડાસા શહેરના ડોક્ટર હાઉસ પાછળ આવેલી રાધા કૃષ્ણ સોસાયટીમાં નિવૃત્ત જીવનકાળતા 70 વર્ષીય ગૌતમભાઈ શાહ અને તેમના પત્ની ઝવેરીબેન શાહ ઘરે હતા. દરમિયાન મોડી સાંજે હાથમાં ચપ્પુ લઈને તેમનો પુત્ર વિનોદભાઈ શાહ ઘરે આવ્યો હતો અને માતા-પિતાને ધમકી આપી રહ્યો હતો કે ઘર તેમજ દુકાન તમારી તમામ મિલકત મને આપી દો મિલકત મને નહીં સોંપો તો મારી જાતે ચપ્પુ મારીને મરી જઈશ. તેમ કહી પુત્ર અને પુત્ર વધુએ ગાળા ગારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગૌતમભાઈ ઉત્તમચંદ શાહ એ મોડાસાના ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિનોદભાઈ ઉત્તમચંદ શાહ અને ઉષાબેન વિનોદભાઈ શાહ રહે અંકુર સોસાયટી મોડાસા વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...