અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર:બીજા દિવસે પણ વરસાદ ચાલુ રહ્યો; ભિલોડામાં ધોધમાર વરસાદ ખાબક્તા ખેતરોમાં પાણી ભરાયા

અરવલ્લી (મોડાસા)13 દિવસ પહેલા

હાલ અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી જાણે તબક્કા પ્રમાણે અલગ અલગ તાલુકા સાચવતો હોય એમ આજે ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.

સતત અડધો કલાક વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા
ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે સુનોખ અને વાશેરા કંપા વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ આવતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સતત અડધો કલાક વરસાદ વરસ્યો હતો. વાશેરા કંપાના રસ્તાઓ જાણે નદીઓ બન્યા હોય તેમ લાગી રહ્યા હતા. આસપાસના ખેતરોમાં પણ પાણી ભરાયા છે. ખેડૂતોએ વાવેતર કર્યા પછી નિંદામણ ચાલતું હતું એવામાં એકાએક વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ થતાં ખાસ મગફળીના પાકમાં નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ થવાની શકયતા છે. ત્યારે હજુ પણ આ વિસ્તારમાં વરસાદ થવાની શકયતા છે.

અન્ય સમાચારો પણ છે...