ભક્તોમાં આનંદ:શામળાજી વિષ્ણુ મંદિરમાં અમદાવાદના રબારી પરિવારે ગર્ભગૃહમાં સોનાના દ્વાર અર્પણ કર્યા

મોડાસા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
અર્પણ કરેલ દ્વારની તસવીર - Divya Bhaskar
અર્પણ કરેલ દ્વારની તસવીર

ભગવાન શામળિયામાં અખૂટ શ્રદ્ધા ધરાવતા અમદાવાદના ગોતામાં રહેતા કાબાભાઇ ગેલાભાઈ રબારીનો પરિવાર વર્ષોથી દર પૂનમે ભગવાનના દર્શને આવે છે. આ પરિવાર દ્વારા શામળાજી નિજ મંદિરના ગર્ભગૃહના દરવાજાઓ કિંમતી લાકડા અને કોપરમાં તૈયાર કરાયા બાદ તેને સોનામાં મઢવામાં આવ્યા હતા.

અગાઉ પણ સોનાનું સિંહાસન અને હીરા જડિત ચાંદીનો મુગટ પણ અર્પણ કર્યો હતો
કલા કસબી કારીગરો દ્વારા આ દરવાજા ઉપર ભગવાન વિષ્ણુના જુદા જુદા અવતારો પણ સોનાથી કંડારાયા છે. વિષ્ણુ મંદિર ટ્રસ્ટને ભગવાન શામળિયાના નિજમંદિરના સોનાના દ્વાર શ્રદ્ધાળુ દ્વારા અર્પણ કરતાં ભક્તોમાં આનંદ છવાયો હતો. આ પરિવાર દ્વારા અગાઉ શામળિયાને સોનાનું સિંહાસન અને હીરા જડિત ચાંદીનો મુગટ પણ અર્પણ કરાયો હતો. શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના મેનેજર કનુભાઈ પટેલે ભગવાનને અર્પણ કરાયેલા સોનાના દરવાજાનું મૂલ્ય આંકી શકાય નહીં તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...