ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, દારૂબંધીનો ચુસ્ત અમલ કરાવવા માટે પોલીસ પણ સક્રિય રહેતી હોય છે. ત્યારે આજરોજ મોડાસા પાસે દારૂ ભેરલી બૂટલેગરની કાર અને વિજીલન્સ પોલીસની કારનો અકસ્માત સર્જાયો હતો.
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. છતાં અરવલ્લી જિલ્લાની સરહદો વટાવીને છેક શહેરી વિસ્તારોમાં દારૂ ભરેલી ગાડીઓ પહોંચે છે એનો ઉત્તમ નમૂનો સ્ટેટ વિજીલન્સની ટીમે ઝડપી પાડ્યો છે. ગુજરાત સ્ટેટ વિજીલન્સને બાતમી હતી કે, દારૂ ભરેલી કાર નીકળવાની છે એ બાતમી આધારે સ્ટેટ વિજીલન્સની મહિલા પીઆઇ તેમની ટીમ સાથે વોચમાં હતા. ત્યારે દારૂ ભરેલી કાર આવતા તેને રોકવાની કોશિશ કરી હતી. ત્યારે બૂટલેગરો પોલીસને ચકમો આપી ભાગવાની ફિરાકમાં હતાં. જ્યાં ફિલ્મી ઢબે વિજીલન્સની કારે દારૂ ભરેલી કારનો પીછો કર્યો હતો. જ્યાં આ કાર પકડવા જતા પોલીસની ગાડી અને બૂટલેગરની કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્ટેટ વિજીલન્સની મહિલા પીઆઇ અને અન્ય એક કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થયા હતા. છતાં ઇજાગ્રસ્ત હલાતમાં પણ દારૂ ભરેલી કાર સાથે બે બૂટલેગરોને ઝડપી પાડ્યા અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. આમ સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને ફિલ્મી ઢબે હિંમતભેર સ્ટેટ વિજીલન્સની ટીમે દારૂ ભરેલી કાર અને બૂટલેગરોને ઝબ્બે કર્યા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.