રિક્ષા ચાલકની ઇમાનદારી:મોડાસાની છાત્રાના અભ્યાસના ડોક્યુમેન્ટ નેત્રમ શાખાએ શોધતાં પરીક્ષા આપી શકી

મોડાસા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી ઈજનેરી કોલેજથી રિક્ષામાં બેસેલ વિદ્યાર્થિની રિક્ષામાં પ્રોજેક્ટ ફાઈલ અને ડ્રોઈંગ શીટ ભૂલી ગઇ હતી, પ્રેક્ટીકલ પરીક્ષા આપી શકી

મોડાસાની સરકારી ઇજનેરી કોલેજની છાત્રાના રિક્ષામાં રહી ગયેલા પ્રોજેક્ટ ફાઇલ અને ડ્રોઇંગ શીટ, કન્ટેનર બોક્ષ CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલે ગણતરીના કલાકોમાં રિક્ષા શોધી કાઢી વિદ્યાર્થીનિને પરત સોંપતા વિદ્યાર્થીની મંગળવારે યુનિવર્સિટીની પ્રેક્ટીકલ પરીક્ષા આપી શકી હતી.

મોડાસાની ઇજનેરી કોલેજમાં ભણતી હસ્મિતાબેન અમૃતભાઇ પટેલ સોમવારે સાંજે 4 વાગે ગવર્નમેન્ટ ઇજનેરી કોલેજથી બસ સ્ટેન્ડ જવા રિક્ષામાં નીકળી હતી. તે સમયે પ્રોજેકટ ફાઇલ અને ડ્રોઇંગ શીટ કન્ટેનર બોક્ષ રિક્ષામાં ભૂલી ગઈ હતી. વિદ્યાર્થિની યુનિવર્સિટીની પ્રેક્ટીકલ પરીક્ષા તા.7 જૂન મંગળવારે હોવાથી વિદ્યાર્થિનીએ ખોવાયેલા બનાવ અંગે નેત્રમ શાખામાં લેખિતમાં જાણ કરી હતી.

આ બનાવની તપાસ માટે પોલીસ દ્વારા નેત્રમમાં મોડાસાના વિવિધ વિસ્તારમાં લગાવેલ CCTV ફૂટેજ ચેક કરાયા હતા. નેત્રમ દ્વારા ઈ-ગુજકોપ તથા ICMS & ITMS સોફ્ટવેરની મદદથી ફૂટેજ ચકાસણી દરમ્યાન CCTV ફૂટેજની ઊંડાણપૂર્વક તપાસ કરી રિક્ષા નં. GJ 09 AX 5474 શોધી કાઢી આ બાબતે નેત્રમ શાખા દ્વારા રિક્ષા ચાલક નો સંપર્ક કરતા તેમના દ્વારા ઇમાનદારીપૂર્વક ઇજનેરી કોલેજની છાત્રાનેપ્રોજેકટ ફાઇલ અને ડ્રોઇંગ શીટ કન્ટેનર બોક્ષ પરત આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...