અરવલ્લી કલેક્ટરના અધ્યક્ષસ્થાને સખી વન સ્ટોપ સેન્ટરની જિલ્લા મોનિટરિંગ સમિતિની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં સખી વન સ્ટોપ સેન્ટર મોડાસા દ્વારા મહિલા કલ્યાણ સાથે થયેલી કામગીરીની કલેકટરે અને સમિતિના સભ્યોએ નોંધ લીધી હતી અને મહિલા કલ્યાણ ક્ષેત્રે હજુ વધુ સારી કામગીરી થાય તે માટે આશા વ્યક્ત કરી હતી. બેઠકમાં સખી વન સ્ટોપના નવિન મકાન અંગે પણ ચર્ચા કરાઇ હતી અને મકાનનું કામ પૂર્ણતાના આરે હોઇ જેનું ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે.
જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને પરખ સંસ્થા, હિંમતનગર સંચાલિત સખીવન સ્ટોપ સેન્ટર,અરવલ્લીની જિલ્લા મોનિટરિંગ સમિતિની સમિક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં અરવલ્લીના દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી ડો.નરેશભાઈ મેણાત દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર મારફતે થયેલ કામગીરીનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતુ. સખી વન સ્ટોપ સેન્ટર મારફતે મહિલા કલ્યાણ ક્ષેત્રે થયેલ કામગીરીની કલેક્ટર તથા સમિતિના સભ્યોએ નોંધ લઈ અત્યાર સુધીની થયેલી કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો.
અને મહિલા કલ્યાણ ક્ષેત્રે હજુ વધારે સારી કામગીરી થાય તેવી આશા વ્યક્ત કરી હતી. આ બેઠકમાં સખી વન સ્ટોપના નવિન મકાન અંગે પણ ચર્ચા કરાઇ હતી જેમાં જણાવાયું હતું કે નવીન મકાનનું બાંધકામની કામગીરી પૂર્ણતાના આરે છે તેનુ ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવનાર છે. બેઠકમાં સમિતિના સભ્યો ,પરખ સંસ્થા,હિંમતનગરના મંત્રી કૌશલ્યા કુવરબા, પ્રમુખ સુરેશભાઈ સખી વન સ્ટોપ સેન્ટરના કેદ્ર સંચાલકો, મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીના કર્મી ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.