વાત્રક ડેમ એલર્ટ સ્ટેજ પર:સિંચાઈ વિભાગે અરવલ્લી જિલ્લા કલેક્ટરને પત્ર દ્વારા જાણ કરી અવગત કર્યાં; હાલ ડેમની સપાટી 134.96 મીટર

અરવલ્લી (મોડાસા)25 દિવસ પહેલા

હાલ ચોમાસા એ જાણે અરવલ્લી જિલ્લામાં વિરામ લીધો હોય એવું લાગે છે પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જિલ્લાના ડેમોમાં પાણીની ભારે આવક થવા પામી છે. માલપુર તાલુકાનો અને અરવલ્લી જિલ્લાનો સૌથી મોટો ડેમ તાલુકાના ભેમ્પોડા ખાતે આવેલ વાત્રક ડેમ છે. વાત્રક ડેમની મુખ્ય સપાટી 136.25 મીટર છે. હાલ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ રાજસ્થાન સહિતના ઉપરવાસમાં ભારે વરસાદ છે. ભારે વરસાદના કારણે નદીઓમાં પાણીની ભારે આવક થવા પામી છે. જેના કારણે માલપુર તાલુકામાં આવેલ વાત્રક ડેમની સપાટીમાં સતત વધારો થયો છે. હાલ ડેમની સપાટી 134.96 મીટર થઈ છે એટલે કે ડેમ 80 % ભરાયો છે. ત્યારે હવે ભયજનક સપાટી થી ફક્ત 1 મીટર સપાટી દૂર રહેતા વાત્રક ડેમ એલર્ટ સ્ટેજ પર આવી જતા સિંચાઈ વિભાગે વહીવટી તંત્રને અવગત કરવા પત્ર દ્વારા જાણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...