હાલાકી:ખરાબ રસ્તાના કારણે પ્રસૂતાને પડેલ તકલીફનો અહેવાલ આરોગ્ય ટીમે કલેક્ટરને સુપરત કર્યો

મોડાસા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડાસાના અણદાપુરની પ્રસૂતાને રસ્તાના અભાવે દોઢ કિમી ચાલી 108 સુધી જવુ પડ્યું હતું

મોડાસાના અણદાપુરમાં પ્રસૂતાને 108 સુધી પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડયો હોવાના અહેવાલોના પગલે જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ ગામમાં પહોંચી હતી. જ્યાં ગામમાંથી ટીંબા ફરી સુધી પહોંચવાનો રસ્તો કાચો અને ઉબડખાબડ હોવાનું અધિકારીઓએ સ્વીકાર્યું હતું. જોકે ગામજનોએ જ્યાંથી 108ને ફોન કર્યો હતો 108 તે જ જગ્યાએ પહોંચી હોવાના અહેવાલ તૈયાર કરીને કલેક્ટરને સોંપ્યો હતો.

ગામની ટીંબા ફળીમાં રહેતી મહિલાને 108 દ્વારા સમયસર હોસ્પિટલમાં પહોંચાડતા તેની સફળ ડિલિવરી થઈ હતી. આ ઘટનાના પગલે જિલ્લા આરોગ્ય અધિકારી અને મોડાસા તાલુકા અધિકારી તેમજ શીણાવાડ પીએચસીના મેડિકલ અધિકારીની ટીમ અણદાપુર પહોંચી હતી જ્યાં ગ્રામજનો અને મહિલા દર્દીના પરિવારની રૂબરૂ મુલાકાત કરી હતી.

આ કિસ્સામાં જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે જે જગ્યાએથી 108ને ફોન કરીને બોલાવાઇ હતી. તે જગ્યાએ 108 પહોંચી હતી જોકે ગ્રામજનો મોટાભાગે 108 ને શાળા પાસે બોલાવે છે ગામની ટીંબા ફળીમાં ખેતરમાં રહેતા આ પરિવાર ના ઘર સુધી રસ્તો ઉબડખાબડ હોવાના કારણે અને પ્રસૂતાને 108 માં દુ:ખ વધવાની શક્યતાઓ પણ રહેલી હતી. 108 દ્વારા મહિલા ને હોસ્પિટલમાં પહોંચ્યા બાદ તેની સફળ ડિલિવરી થઈ હોવાનો સહિતનો અહેવાલ કલેક્ટરને પહોંચાડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...