અરવલ્લી જિલ્લામાં બટાકાની ખેતી કરતા ખેડૂતોને સરકાર દ્વારા મોટી રૂપિયા 200 કરોડની સહાય યોજના જાહેર કરાઈ છે પરંતુ અરવલ્લી જિલ્લામાં મોટાભાગના એટલે કે 50 ટકા કરતાં વધુ ખેડૂતોએ બટાકાનું વેચાણ કર્યા બાદ બટાકાના પાકમાં સરકારની મોટી જાહેરાત કરાતા ખેડૂતોને નિરાશા હાથ લાગી હોવાની બૂમ ઉઠી છે જોકે રાશનના બટાકા સ્ટોરેજ કરનાર ખેડૂત માટે પ્રતિ કિલો એક રૂપિયો એટલે કે 20 કિલો એ રૂપિયા 20ની સહાય જાહેર કરી છે.
અરવલ્લી જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ શિયાળુ સિઝન દરમિયાન 19238 હેક્ટર કરતાં વધુ જમીનમાં ખેડૂતોએ બટાકાના પાકની વાવણી કરી હતી જોકે શાકભાજીના એટલે કે રાશનના બટાકાના મણં દીઠ રૂપિયા 50 થી 80 સુધીના ભાવ બોલાતા ખેડૂતોનો પડતા ઉપર પાટુ જેવો ખાટ થયો હતો મોડાસા તાલુકાના મેઢાસનના અગ્રણી ખેડૂત જગદીશભાઈ પટેલ અને ઈશ્વરભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે બટાકાના પાકમાં મુખ્યત્વે પોટાશ અને ડીએપી નો ઉપયોગ થાય છે.
જેમાં પોટાશ ખાતરના ભાવો એક બોરી ના 1700 રૂપિયા અને ડીએપીના ભાવો ₹1,400 હોવા છતાં ખેડૂતોને રાશનના બટાકાના ભાવ 50થી રૂપિયા 80 અને વેફર્સના બટાકાના ભાવો 180 થી 190 સુધી મળતા ખેડૂતો નારાજ થયા હતા જોકે અરવલ્લી જિલ્લામાં પાંચ લાખ મેટ્રિક ટન કરતાં વધુ બટાકાના પાકનું ઉત્પાદન થવાની ખેડૂતોને આશા બંધાઈ છે ત્યારે જિલ્લામાં 42 કરતાં વધુ કુલ સ્ટોરેજમાં સક્ષમ ખેડૂતો બટાકા સ્ટોરેજ કરવા દોડાદોડ કરી રહ્યા છે ત્યારે જિલ્લાના મોટાભાગના ખેડૂતો અગાઉ રાશનના બટાકા અને એલ આર વેફરસના બટાકાનું વેચાણ કરી ચૂક્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.