હરાજી:મોડાસા માર્કેટયાર્ડની સાધારણ સભામાં કર્મચારીઓને વિશ્વાસમાં લઇ હરાજી શરૂ

મોડાસા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એપીએમસીના કર્મચારીઓ સામે સોશિયલ મીડિયામાં આક્ષેપો કરતાં અહેવાલો પ્રસિદ્ધ થતાં રોષ ભભૂક્યો હતો

મોડાસા એપીએમસીના કર્મચારીઓ સામે સોશિયલ મીડિયામાં આક્ષેપો કરતાં અહેવાલો રજૂ થતાં કર્મચારીઓમાં રોષ ભભૂક્યો હતો. જેના પગલે બુધવારે એપીએમસી સત્તાવાળાઓ દ્વારા તાત્કાલિક ખાસ સાધારણ સભા બોલાવવામાં આવી હતી. એપીએમસી સત્તાવાળાઓ દ્વારા દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની કર્મચારીઓને હૈયાધારણ આપવામાં આવતા જાહેર હરાજી શરૂ થઈ હતી

મોડાસા એપીએમસીમાં ફરજ બજાવતા કર્મચારીઓ સામે બે દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં આક્ષેપો કરતા અહેવાલ રજૂ થતાં કર્મચારીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. કર્મચારીઓએ ચેરમેન રાજુભાઇ પટેલને આવેદનપત્ર આપીને જાહેર હરાજીમાં અળગા રહેવાની ચીમકી ઉચ્ચારતા બુધવારે તાત્કાલિક 9:00 ખાસ સાધારણ સભા બોલાવવામાં આવી હતી.

જેમાં ખાસ સર્ક્યુલર મિટીંગ મળી હતી. જેમાં માર્કેટયાર્ડ સમિતિના ડિરેક્ટર દ્વારા ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને કર્મચારીઓ સાથે સમજાવટ કરવામાં આવી હતી સાથે સાથે એપીએમસી સત્તાવાળાઓ દ્વારા કર્મચારીઓ સામે સોશિયલ મીડિયામાં આક્ષેપ કરનારા સામે કાર્યવાહી કરવાની હૈયાધારણ આપવામાં આવતા મોડાસા માર્કેટયાર્ડમાં એક કલાકના સમય બાદ જાહેર હરાજી શરૂ થતાં વેપારીઓ અને ખેડૂતો તેમજ યાર્ડ સત્તાવાળાને રાહત થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...