સર્વત્ર આનંદ છવાયો:મોડાસાની ધી બ્રહ્મર્ષિ કો.ઓ.સો.ના ડિરેક્ટર પદની સામાન્ય ચૂંટણી સમરસ જાહેર કરાઈ

મોડાસા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2284 સભાસદો ધરાવતી 25 વર્ષ જૂની મંડળી બિનહરીફ થતાં સમાજમાં સર્વત્ર આનંદ છવાયો

મોડાસા શહેરમાં આવેલી 25 વર્ષથી નામાંકિત ધી બ્રહ્મર્ષિ કો.ઓ. સોસાયટીની જાહેર થયેલ ડીરેક્ટરની સામાન્ય ચૂંટણીમાં સામાન્ય પુરુષની 12, મહિલા માટે 2 અને અનુસુચિત જનજાતિની 1 સીટ માટે કુલ 28 ઉમેદવારોએ દાવેદારી કરી હતી. જેમાં સામાન્ય પુરુષ માટે કુલ 23 ફોર્મ ભરાયા હતા. જેમાં 3 ફોર્મ ટેકનીકલ કારણોસર રદ થતા 20 ફોર્મ માન્ય થયા હતા. જ્યારે મહિલા વિભાગમાં 4 ઉમેદવારો માન્ય ઠર્યા હતા.

જ્યારે અનુસૂચિત જનજાતિ માટે માત્ર એક ફોર્મ ભરાતાં ચૂંટણી અધિકારી હરિહર પ્રસાદે અ.જ.જા ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલ જાહેર કરેલ પુરુષ ડીરેક્ટર માટે 20 અને મહિલા ડીરેક્ટર માટે 4 ઉમેદવારો રહ્યા હતા યુવા ઉમેદવારો અને પૂર્વ ડીરેક્ટરોએ પણ ચૂટણીમાં ઝંપલાવતા ચૂંટણી રસપ્રદ બની હતી.

સામાન્ય પુરુષની 12 અને મહિલા વિભાગની 2 સીટ માટેની ચૂંટાણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની 25 તારીખે બ્રહ્મ સમાજના અગ્રણીઓ અને ડીરેક્ટરોએ પોતાની કોઠાસૂઝથી ઉમેદવારોની એકસૂત્રતા રાખી સમાજની એકતા અખંડિત રહે તે હેતુથી 8 ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્ર પરત લેતા ચૂંટણી અધિકારીએ ડીરેક્ટર પદની સમગ્ર ચૂંટણી બિનહરીફ જાહેર કરેલ.

મોડાસા અરવલ્લી જિલ્લા બ્રહ્મ સમાજ અને સભાસદોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. મંડળીના સૌ બિનહરીફ ડીરેક્ટરોએ ઉમેદવારી પરત લઈ સમાજની એકતાના દર્શન કરાવનાર ઉમેદવારો, પૂર્વ ડીરેક્ટરો અને સમાજના સૌ અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

ચૂંટાયેલ ટીમ લિંભોઈના પૂર્વ સરપંચ અને અગ્રણી હિતેન્દ્ર ભાઈ જોષી, રાજુભાઈ ઉપાધ્યાય, જાણીતા ધારાશાસ્ત્રી પ્રદીપભાઈ ઉપાધ્યાય, અખિલ હીન્દ ત્રિવેદી મોડાસા વિભાગ ટ્રસ્ટના પ્રમુખ ભદ્રેશ ભાઈ ઉપાધ્યાય, કેતનભાઈ ત્રિવેદી, કમલેશભાઈ ત્રિવેદી (લિંભોઈ), રીન્કુ ત્રિવેદી, રુષભ ઉપાધ્યાયએ શુભકામનાઓ પાઠવી હતી. આ સમગ્ર ચૂંટણી પ્રકિયામાં ચૂંટણી અધિકારી હરીહર પ્રસાદ ભટ્ટે પારદર્શક રીતે કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...