ચોમાસુ પાકના વધામણાં:અરવલ્લીમાં પ્રથમ કપાસના પાકની આવક શરૂ થઈ; ખેડૂતને મળ્યો 1 મણનો 2121 રૂપિયા ભાવ

અરવલ્લી (મોડાસા)એક મહિનો પહેલા

અરવલ્લી જિલ્લાના ગંજ બજારોમાં સૌપ્રથમ ધનસુરા APMC ખાતે આજે ખેડૂતો કપાસ લઈને આવ્યા. ચોમાસાની સીઝનમાં મગફળી, સોયાબીન, કપાસનું વ્યાપક પ્રમાણમાં ખેડૂતોએ વાવેતર કર્યું હતું. ત્યારે આ સિઝનમાં સૌપ્રથમ કપાસનું ઉત્પાદન તૈયાર થયું છે. ત્યારે ધનસુરા APMCમાં વેઓરીઓ દ્વારા શ્રીફળ વધેરી આ સીઝનની પ્રથમ આવક કપાસના વધામણાં કર્યા હતા. અને ખેડૂતો દ્વારા કપાસની હરાજી કરાઈ હતી. જેમાં કપાસના 1 મણના 2121 રૂપિયા ખેડૂતને ભાવ મળ્યો હતો. ધનસુરાના બૂટાલ ગામના પ્રકાશ પટેલ નામના ખેડૂતનો કપાસ 2121 રૂપિયાના ભાવે ધનસુરા યાર્ડના સીતારામ ટ્રેડિંગના વેપારી દ્વારા કપાસ ખરીદી શ્રી ગણેશ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...