આગ:મોડાસાની પેપરમિલમાં આગને 24000 લિટર પાણીનો મારો ચલાવી કાબુમાં લીધી

મોડાસા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડાસા નગરપાલિકાના ત્રણ ફાયર ફાઈટરદ્વારા 6 કલાક પાણીનો મારો ચલાવાયો

મોડાસા શહેરના ગણેશપુર વિસ્તારમાં આવેલી કર્મયોગી પેપરમિલમાં વહેલી સવારે ઓવન રૂમમાં આવેલા પેપર ટુબમાં કોઈ કારણોસર અચાનક આગ લાગતાં મોડાસા પાલિકાના ત્રણ ફાયર ફાઈટર દ્વારા છ કલાક સુધી 24,000 લિટર કરતાં વધુ પાણીનો મારા ચલાવીને ભારે જહમત બાદ માંડ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

આગના ધુમાડાના ગોટા નીકળતાં પેપરમિલમાં કામ કરતા કામદારોએ માલિકને જાણ કરતાં તેઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પાલિકાના ત્રણ ફાયર ફાઈટરની ટીમ દ્વારા પાણીનો સખત મારો ચલાવાયો હતો. 6 કલાકની ભારે જહમત બાદ 24000 લિટર કરતાં વધુ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં કરાઇ હતી. જોકે ત્યાં સુધીમાં કર્મયોગી પેપરમિલના ઓવનરૂમમાં રહેલા સરસામાન મળીને ખાખ થઈ ગયો હતો. આગ ઉપર કાબુ આવતા રાહતનો દમ લીધો હતો કયા કારણોસર લાગી તે અકબંધ રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...