સુરક્ષાના અભાવે બે જીવ લીધાં!:ધનસુરામાં પુત્રીને કૂવાનું પાણી બતાવી રહેલા પિતાનો પગ લપસતાં બંને ગરકાવ, બંનેના મૃતદેહો બહાર કઢાયાં

મોડાસા,ધનસુરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા - Divya Bhaskar
બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા
  • મોડાસા પાલિકાની ફાયર ફાઈટર ટીમે પિતા-પુત્રીના મૃતદેહ બહાર કાઢ્યા

ધનસુરાના ગઢી માતાજીના મંદિર પાસે કૂવામાં દીકરીને તેડીને પાણી બતાવી રહેલા પિતાનો પગ લપસતાં પિતા પુત્રી બંને પોતાના જ કૂવામાં ગરકાવ થતાં ઘટનામાં કરુણાંતિકા સર્જાતા 10 વર્ષીય દીકરી અને 38 વર્ષીય પિતાનું મોત થતાં ધનસુરામાં માતમ છવાઇ ગયો હતો. પિતા-પુત્રીના મૃતદેહ મોડાસાની ફાયર ફાઈટરની ટીમ દ્વારા કૂવામાંથી બહાર કઢાયા હતા. ઘટનાની જાણ ધનસુરા પોલીસને થતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

ધનસુરાના માઢફળીમાં રહેતા રાહુલકુમાર હર્ષદભાઈ પટેલ (38) શનિવારે નવ વાગ્યાના સમયે ગઢી માતાજીના મંદિર પાસે પોતાની જમીનમાં આવેલા કૂવા પાસે તેમની દીકરી ફેરી રાહુલ કુમાર પટેલ 10 ને તેડી કૂવાનું પાણી બતાવતા હતા. તે દરમિયાન અચાનક રાહુલભાઈનો પગ લપસતાં પિતા પુત્રી બંને કૂવામાં પડી જતાં ઘટનામાં પિતા પુત્રી નું મોત થતાં મોડાસા પાલિકાની ફાયરની ટીમને જાણ કરાતાં ફાયર ફાઈટર ટીમે ભારે જહેમત બાદ પિતા-પુત્રીના બંને મૃતદેહોને બહાર કાઢતાં વાતાવરણમાં ગમગીની છવાઇ ગઇ હતી.

ધનસુરા પોલીસને ઘટનાની જાણ કરાતાં પોલીસ પણ દોડી આવી હતી આ અંગે ચિંતન કુમાર કિરીટભાઈ પટેલ રહે. સહજાનંદ પાર્ક ધનસુરાએ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે રાહુલકુમાર હર્ષદભાઈ પટેલ (38) અને ફેરી રાહુલ કુમાર પટેલ (10) બંનેના અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ પીએસઆઇ એન.એમ સોલંકી એ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...