રાજકીય ખળભળાટ:બાયડ પાલિકાના ભાજપના કારોબારી અધ્યક્ષ અને એક કોર્પોરેટરને સસ્પેન્ડ કરાયા

અરવલ્લી (મોડાસા)એક મહિનો પહેલા

છેલ્લા કેટલાય સમયથી બાયડ નગરપાલિકા કોઈને કોઈ રીતે વિવાદમાં હોય છે, ત્યારે આજે પ્રદેશ ભાજપ દ્વારા બાયડ પાલિકા કારોબારી અધ્યક્ષ અને અન્ય એક કોર્પોરેટરને સસ્પેન્ડ કર્યા.

બાયડ નગરપાલીકા ભાજપ શાશીત છે ત્યારે કોઈપણ કોર્પોરેટરે પાર્ટીની વ્યૂહ રચના પ્રમાણે વર્તવાનું હોય છે. ત્યારે બાયડ પાલિકાની સામાન્ય સભા તારીખ 27 જુલાઈના રોજ મળી હતી. જેમાં ભાજપ પાર્ટી દ્વારા જે વહીપ આપવામાં આવ્યો હતો. તેના વિરુદ્ધમાં ભાજપના કારોબારી અધ્યક્ષ પ્રવીણભાઈ પટેલ તથા અન્ય એક કોર્પોરેટર અરવિંદભાઈ પ્રજાપતિએ પાર્ટીના વહીપના વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. જેને લઈ આજે પ્રદેશ ભાજપની સૂચના મુજબ અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખે બંને કોર્પોરેટરને ભાજપમાંથી સસ્પેન્ડ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...