કાર્યવાહી:શામળાજી ચેકપોસ્ટેથી ટેન્કરમાંથી 19.40 લાખના વિદેશી દારૂ સાથે ચાલક ઝડપાયો

મોડાસા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદેશી દારૂ ભરી આપનાર સાંચોરના વોન્ટેડને પકડવા પોલીસના ચક્રોગતિમાન

શામળાજી પોલીસે હિંમતનગર ઉદેપુર નેશનલ હાઈવે ઉપર આવેલી બોર્ડર પોલીસ ચોકી પાસેથી વિદેશી દારૂ કિં. 19.40 લાખનો જથ્થો ભરીને પસાર થઈ રહેલા પરપ્રાંતિય ટાટા ટેન્કરને વાહન ચેકિંગ દરમિયાન ઝડપી પાડ્યું હતું. પોલીસે ચાલકને જેલ હવાલે કરીને વિદેશી દારૂ ભરી આપનાર સાંચોરના વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરી છે.

શામળાજી પોલીસે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને હિંમતનગર ઉદેપુર નેશનલ હાઈવે ઉપર આવેલી બોર્ડર પોલીસ ચોકી ઉપર વાહન ચેકિંગ કામગીરી સધન બનાવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી પટેલ અને વીડી વાઘેલા તેમજ હેડ કોન્સ્ટેબલ જગદીશ કુમાર અને દશરથસિંહે ઉદેપુર નેશનલ હાઈવે તરફથી આવતા વાહનોનું ચેકિંગ હાથ કર્યુ હતું. દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા ટેન્કર નંબર આર જે 27 જીડી 10 62 ને અટકાવીને તેની તલાશી લેતા ટેન્કરમાં ગેરકાયદે રાખવામાં આવેલી વિદેશી દારૂની પેટી નંગ 452 કુલ બોટલ નંગ 18,852 મળ્યા હતા.

પોલીસે રૂપિયા 19,40,604 નો વિદેશી દારૂનો જથ્થો તેમજ અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 26,45,604 નો મુદ્દામાલ કબજે લઈને આરોપી અમિતકુમાર વીરારામ રઘુનાથ રામ બિશ્નોઇ રહે ભાટીપ તા. રાનીવાડા જિ.જાલોર રાજસ્થાનને જેલ હવાલે કરી વિદેશી દારૂ ભરી આપનાર વોન્ટેડ આરોપી દિનેશ બિશ્નોઇ રહે સાંચોર રાજસ્થાન વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...