કાર્યવાહી:શામળાજી ચેકપોસ્ટેથી કારમાં લઇ જવાતા 1.69 લાખના દારૂ સાથે ચાલક ઝડપાયો

મોડાસા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત બોર્ડર પાર કરી મને વાત કરીશ મારા માણસો આવી જશે કહી દારૂ હરિયાણાથી મોકલ્યો હતો
  • પોલીસે 1.69 લાખનો દારૂ, કાર સહિત કુલ 3.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી

ગુજરાત બોર્ડર પાર કરી મને વાત કરી એટલે મારા માણસો આવી જશે તેમ કહી હરિયાણાથી વિદેશી દારૂ ભરી મોકલેલ કાર શામળાજી ચેકપોસ્ટે પકડાતાં પોલીસે રૂ.1.69 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. પોલીસે 1.69 લાખનો દારૂ અને કાર સહિત કુલ 3.71 લાખના મુદ્દામાલ સાથે કારચાલકને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

શામળાજી પોલીસ ઉદેપુર નેશનલ હાઈવે ઉપર આવેલી ચેકપોસ્ટે વાહન ચેકિંગ કરતી હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી કાર નં. એચઆર 93 9086 અટકાવી તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 321 મળી હતી. પોલીસે રૂ.169500નો વિદેશી દારૂનો જથ્થો કબજે લઇ કારચાલક અભિમન્યુ શ્રીકૃષ્ણ જોગડા રહે. પરાવડ જિ. રોહતક હરિયાણાને ઝડપી તેની પૂછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો શિકરથી તેના મિત્ર પવન ઉર્ફ મટ્ટી રઘુવીરસિંહ રહે. નરવાડા જિ. જિંદ હરિયાણાએ ભરી આપ્યો હતો અને તેને કહ્યું હતું કે ગુજરાત બોર્ડર પાસ કરી મને વાત કરીશ એટલે મારા માણસો આવી જશે એમ કહીને તેને વિદેશી દારૂનો જથ્થો ભરીને રવાના કર્યો હતો. જોકે પોલીસે વિદેશી દારૂ અને ગાડી સહિત કુલ રૂ. 371500નો મુદ્દામાલ કબજે લઇ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...