મોડાસા પાલિકાની કાર્યવાહી:વિવાદિત ભરતીમાં અંતે 12 કર્મચારીઓને છૂટા કરાયા; 9 વર્ષ અગાઉ ભરતી કરાઇ હતી

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોડાસા પાલિકાની વર્ષ 2012માં થયેલી વિવાદિત ભરતી પ્રક્રિયા પ્રકરણમાં અંતે હાઇકોર્ટ અને વિકાસ કમિશનરના હુકમને લઈને 12 કર્મચારીઓને પાલિકાના ચીફ ઓફિસર સંજય પંડ્યાએ છૂટા કર્યા છે. વિકાસ કમિશનરમાં અને કોર્ટમાં છેલ્લા કેટલાય વર્ષોથી વિવાદિત ભરતીની વારંવાર ફરિયાદો ઉઠી હતી. 9 વર્ષ જેટલો સમય પાલિકામાં ફરજ બજાવ્યા બાદ કર્મચારીઓને વિકાસ કમિશનર અને કોર્ટના હુકમથી છૂટા કરતાં કર્મચારીઓની હાલત કફોડી બની છે.

મોડાસા પાલિકામાં ખાલી પડેલી જગ્યાઓ માટે 9 વર્ષ અગાઉ ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં તત્કાલીન પાલિકા સત્તાવાળાઓ દ્વારા 12 જેટલા કર્મચારીઓની ભરતી કરાઇ હતી. પરંતુ આ ભરતી પ્રક્રિયામાં નીતિ નિયમ નેવે મૂકીને ભરતી કરાઇ હોવાની ફરિયાદ ઉઠતાં વિકાસ કમિશનરમાં ફરિયાદ કરાઇ હતી.

વિકાસ કમિશનરના ઓર્ડર થી નારાજ થયેલા કર્મચારીઓ તેને હાઇકોર્ટમાં પડકાર્યો હતો પરંતુ હાઈકોર્ટે પણ આ અરજી ખારીજ કરી દીધી હતી. મોડાસા નગરપાલિકાની વિવાદિત ભરતી પ્રક્રિયા ને લઈને વિકાસ કમિશનરે મોડાસા પાલિકાના ચીફ ઓફિસરને કર્મચારીઓને છૂટા કરવા પત્ર દ્વારા જાણ કરાઇ હતી. જેના પગલે મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય પંડ્યાએ વિવાદિત ભરતી પ્રકરણમાં નગરપાલિકામાં ફરજ બજાવી રહેલા બાર કર્મચારીઓને છૂટા કર્યા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...