પોલીસ તંત્રને નોટિસ:વકીલ સાથે કરાયેલા અશોભનિય વર્તન મામલે કોર્ટે જવાબ માંગ્યો

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં વકીલ સાથે કરાયેલ અસભ્ય વર્તન મામલે

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં 14 જૂને વકીલ સાથે કરાયેલા અસભ્ય વર્તન મામલે મોડાસાની કોર્ટે પોલીસ તંત્રની નોટિસ ફટકારી જવાબ માંગતા ખળભળાટ મચી ગયો છે કોર્ટે ઉપરોક્ત કેસ મામલે પોલીસ તંત્રને તારીખ 6 જુલાઈ સુધીમાં તપાસ પૂર્ણ કરી પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા નોટિસ દ્વારા જાણ કરી છે.

કોર્ટે નોટિસમાં જણાવ્યું છે કે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં બનાવ સંદર્ભે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં આર.પી.એડી.થી તથા તે જ દિવસે અરવલ્લી જિલ્લાના ડી.વાય.એસ.પી. નાઓને રૂબરૂમાં ફરિયાદ અને ત્યાર બાદ જિલ્લા એસ.પી. નાઓની રૂબરૂમાં લેખિત ફરિયાદ આપવામાં આવી હતી એક જ ગુના સંબંધે અલગ અલગ તપાસ ચાલુ રાખવી વ્યાજબી કે ન્યાયી ન ગણીને કોર્ટે હાલની ફરિયાદની કાર્યવાહી ક્રિમીનલ પ્રોસીઝર કીડની કલમ - ૨૧૦ અન્વયે સ્થગિત કરી.

અરવલ્લી જિલ્લાના ડી.વાય.એસ.પી. મેં આદેશ કર્યો છે કે ફરિયાદી ભરવાડ ગોપાલકુમાર તેજાભાઈ, રહે. બ્લોક ફેકટરી-સાયરા, તા.મોડાસા, જી.અરવલ્લી નાઓએ ચેતનસિંહ સિંહ રાઠોડ પી.એસ.આઇ, મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન, સબલપુર, વિરૂધ્ધ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં આપેલ ફરીયાદ તથા તા.૧૪ જૂનના રોજ રૂબરૂમાં આપેલ ફરિયાદ અંગે શું કાર્યવાહી અને પ્રગતિ થયેલ છે અને ફરિયાદીની ફરિયાદની તપાસ કયા તબકકે છે. કોર્ટને જાણ કરવી તથા મુદત તારીખ 6.7.2022 સુધીમાં તપાસ પુર્ણ કરી પ્રોગ્રેસ રીપોર્ટ કરવો

અન્ય સમાચારો પણ છે...