• Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • The Clay Art Business Is On The Verge Of Collapse Against The Currency Of Chinese Lamps; Prajapati Samaj Of Lilcha Village Is Trying To Maintain The Old Tradition

આધુનિક લાઈટો સામે ટકી રહેલી દીવડાંની પરંપરા:ચાઈનીઝ દિવાઓ-લાઈટોના ચલણ સામે માટી કલાનો વ્યવસાય ભાંગી પડવાના આરે; લીલછા ગામના પ્રજાપતિ સમાજનો જૂની પરંપરા જાળવી રાખવાનો પ્રયાસ

અરવલ્લી (મોડાસા)એક મહિનો પહેલા

દિવાળીના તહેવારોને હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે મોડાસાનું લીલછા ગામ માટી કલાના કારીગરોનું ગામ છે. માટીના કોડીયા બનાવી ઘરે ઘરે અજવાળું પ્રગટાવવાનું કામ પ્રજાપતિ સમાજ કરી રહ્યો છે. આજે બજારોમાં ચાઈનીઝ દિવાઓનું અને લાઈટોનું ચલણ વધી રહ્યું છે, ત્યારે માટીકલાનો વ્યવસાય ભાંગી પડવાને આરે છે. તેમ છતાં માટીકામ સાથે સંકળાયેલો લીલછા ગામનો પ્રજાપતિ સમાજ વર્ષો જુની પરંપરાઓને જાળવી રાખવા પ્રયત્ન કરી રહ્યો છે.

આ પ્રજાપતિ સમાજની જીવાદોરી સમાન વ્યવસાયની ચાઈનીઝ લાઈટો અને દીવાઓએ કમર તોડી નાખી છે. છતાં માટી કલાકારો પાસેથી વધુને વધુ કોડીયાઓ લોકો ખરીદે તેવી અપીલ કરી માટી કલાના વારસાને લુપ્ત થતો અટકાવી જીવંત રાખવાનો પ્રયાસ પ્રજાપતિ સમાજ કરી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...