મુલાકાત:મુખ્યમંત્રી આજે બાયડ આવશે, અધિકારીઓમાં દોડધામ

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે બાયડ ખાતે ના જય અંબે મહિલા મંદબુદ્ધિ સંસ્થાની મુલાકાતે અચાનક આવવાના હોવાથી અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી મુખ્યમંત્રી આ મુલાકાત દરમિયાન બાયડ પ્રાંત કચેરી ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ બેઠક કરવાના છે

તેથી વહિવટી વિભાગ દ્વારા તૈયારી કરવામાં આવી હતી.મુખ્યમંત્રી બાયડ ખાતે સવારે 9.30 વાગે જય અંબે મહિલા મંદબુદ્ધિ સંસ્થાની મુલાકાત લેશેબાદમાં 10 કલાકે શરણાઈ પાર્ટી પ્લોટ, બાયડ ખાતે અરવલ્લી જિલ્લા ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક કરશે અને ત્યારબાદ ત્યારબાદ 11 કલાકે બાયડ પ્રાંત કચેરી ખાતે અરવલ્લી જિલ્લા અધિકારીઓ સાથે બેઠક કરવાના છે

મુખ્ય મંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલની અચાનક અરવલ્લી જિલ્લામાં ઓચિંતી મુલાકાત ગોઠવાતા ભાજપના પદાધિકારીઓ માં મોડે મોડે દોડધામ મચી ગઇ હતી. બાયડના રોકાણ દરમ્યાન જય અંબે મહિલા મંદ બુદ્ધિ સંસ્થા તેમજ જિલ્લા ભાજપ પદાધિકારીઓ સાથેની બેઠક તેમજ જિલ્લાના અધિકારીઓ સાથે મીટીંગ પૂર્ણ કરીને તેઓ માણસા પ્રયાણ કશશે.

અન્ય સમાચારો પણ છે...