• Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • The Body Of An Unidentified Youth Was Found Hanging On A Power Line Tower In Sim Rangpur Village; The Police Conducted An Investigation

વીજ ટાવર પર યુવકનો મૃતદેહ મળ્યો:રંગપુર ગામની સિમમાં વીજ લાઇનના ટાવર પર અજાણ્યા યુવકનો લટકતો મૃતદેહ મળી આવ્યો; પોલીસે તપાસ હાથ ધરી

અરવલ્લી (મોડાસા)5 દિવસ પહેલા

અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી આત્મહત્યાના બનાવો બનતા આવ્યા છે, ત્યારે આજે વધુ એક મૃતદેહ વિજપોલ પર લટકતી હાલતમાં મળી આવ્યો છે. ભિલોડાના શામળાજી પાસે આવેલ રંગપુર ગામની સિમમાંથી એક ખેતરમાં હાઈ ટેંશન વિજપોલ પસાર થાય છે તેના પર લટકતી હાલતમાં આજે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતાં આસપાસના રહીશોએ શામળાજી પોલિસને જાણ કરી હતી. શામળાજી પોલીસે મૃતદેહનું પંચનામું કરીને તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં આસપાસના રહીશોના ટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે શામળાજી પોલિસે અજાણ્યા યુવકની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...