અવાવરું જગ્યાએથી મૃતદેહ મળ્યો:બાયડમાં યુવકનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે અનેક શંકા કુશંકા વચ્ચે તપાસ હાથ ધરી

અરવલ્લી (મોડાસા)3 મહિનો પહેલા

હાલ અવાવરૂ સ્થાનો પર મૃતદેહો મળવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અરવલ્લીના બાયડના ડીપ વિસ્તારમાંથી એક અજાણ્યા યુવકનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

મૃતક બાયડના પ્રાંતવેલનો હોવાનું અનુમાન
બાયડ તાલુકામાં મૃતદેહો મળવાની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. ત્યારે આજે બાયડના ડીપ વિસ્તારની ખુલ્લી અવાવરું જગ્યાએથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટના અંગે બાયડ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ યુવક ક્યાંનો છે? ઘટના કઈ રીતે બની? સમગ્ર બાબતે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે. પરંતુ યુવકના મૃતદેહ પરથી અનેક તર્ક વિતર્ક વચ્ચે મૃતદેહની ઓળખ અને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ મૃતક બાયડના પ્રાંતવેલનો હોઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...