દેવી દેવતાનું ધર્મ સ્થાન હોય એને તેને તોડી પાડવામાં આવે ત્યારે અનેક ભક્તોની આસ્થાને ઠેસ પહોંચતી હોય છે. ત્યારે ભક્તોમાં પણ નારાજગી જોવા મળે છે. આવી જ એક ઘટના માલપુર તાલુકાના મગોડી ગામે સામે આવી છે.
માલપુર તાલુકાના અંતરિયાળ અને વાત્રક ડેમના કિનારે કુદરતી સૌંદર્ય સહિત ડુંગર પર વર્ષોથી બિરાજમાન ભે-માતાના મંદિર પર આસપાસના હજારો શ્રદ્ધાળુઓને અતૂટ શ્રદ્ધા છે. કેટલાય લોકો આ સ્થાનકે દર્શન કરી પાવન બન્યા છે. આ સ્થાનનો મહિમા વધતા શ્રદ્ધાળુઓ દ્વારા મંદિર બનાવવામાં આવ્યું હતું. ત્યારે કુદરતના ખોળે ડુંગરપર બિરાજમાન શ્રદ્ધાના પ્રતીક સમાન ભે માતાનું મંદિર માલપુર વન વિભાગ દ્વારા તોડી પડાયું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. ત્યારે આ ઘટનાને લઈ માઈ ભક્તો તેમજ હજારો માઈ ભક્તોની શ્રદ્ધાને ઠેસ પહોંચી છે. ત્યારે આસ્થાના પ્રતીક સમાન આ ભે માતાનું મંદિર ફરી બનાવી આપવા ગ્રામજનોની માગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.