કાર્યવાહી:મોડાસામાંથી યુવકના 1.50 લાખ લઇ ફરાર થયેલ આરોપી ઝડપાયો

મોડાસા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માલપુરના જીતપુરનો યુવક લગ્નના 1.50 લાખ લઇ ઘરે જતો હતો
  • આ ગુનામાં મદદગારી કરનાર બાળ કિશોર વિજાપુરથી ઝડપાયો

મોડાસામાં માલપુર રોડ ઉપર ચાર દિવસ અગાઉ અમદાવાદ થી આવી રહેલા માલપુરના જીતપુરના યુવાન સાથે બે શખ્સોએ પાલનપુર જવું છે તેવી વાતોમાં ભોળવી વિશ્વાસમાં લઈને તેની પાસે રહેલા 1.50 લાખ તેમજ મોબાઇલ લઇ ભાગી જતાં પોલીસેે હિંમતનગરના રીઢા ગુનેગારને રોકડ 1.45 લાખ, મોબાઇલ અને બાઇક સહિત કુલ રૂ.2.25 લાખના મુદ્દામાલ સાથે ઝડપી આ ગુનામાં મદદગારી કરનાર અને કાયદાના સંઘર્ષમાં આવેલા વિજાપુરના કિશોરને પોલીસે શોધી કાઢ્યો હતો.

મોડાસામાં તા. 15 ના રોજ અમદાવાદથી આવી રહેલા બીપીનભાઈ ડામોર રહે. જીતપુર તા. માલપુર ઘરે જવા મોડાસા ચાર રસ્તે ઉભો હતો. તે દરમિયાન તેની પાસે આવીને શખ્સ કહેવા લાગ્યો કે મારે પાલનપુર જવું છે દરમિયાન અન્ય શખ્સ પણ ત્યાં આવી ચડ્યો હતો અને બંનેએ યુવાનને વાતોમાં ભોળવીને તેને રૂ. 500ની નોટવાળું બોગસ બંડલ પધરાવી યુવાન પાસે થેલામાં રહેલા રોકડ રૂ1.50 લાખ, મોબાઇલ કિં. 10હજાર લઇ નંબર વિનાની બાઇક પર નાસી જતાં પોલીસે તપાસ કરતાં બંને હિંમતનગર તરફ ભાગી છૂટ્યા હોવાનું શોધી કાઢ્યું હતું. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા વિજાપુરના બાળ કિશોરને ઝડપી મુખ્ય આરોપી વિજયભાઈ દોલાજી મારવાડી પોલોગ્રાઉન્ડ હિંમતનગર મૂળ રહે. અમદાવાદ મહાદેવ નગર માતૃ ધારા સિનેમા પાછળ કુબેરનગર અમદાવાદને ઝડપ્યો હતો.

રીઢો ગુનેગાર છ માસ પાસામાં જેલમાં જઈ આવ્યો છે
મોડાસામા ધોળેદહાડે 1.50 લાખની છેતરપિંડી આચરનાર વિજયભાઈ દોલાજી મારવાડીએ અગાઉ અમદાવાદના કૃષ્ણનગર મેઘાણીનગર અને સરદાર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટ તથા છેતરપિંડીના ગુનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું. આ રીઢો ગુનેગાર અગાઉ પાસા હેઠળ સુરતની લાજપુર જેલમાં છ મહિના સજા ભોગવી ચૂક્યો હોવાનું પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...