કાર્યવાહી:શામળાજી આશ્રમ ચાર રસ્તેથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

મોડાસા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂના ગુનાનો આચરી 7 વર્ષથી ફરાર હતો

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂનો ગુનો આચરી છેલ્લા 7 વર્ષથી નાસતા-ફરતા આરોપીને એલસીબીએ બાતમી આધારે શામળાજી આશ્રમ ચાર રસ્તા પાસેથી ઝડપી મોડાસા રૂરલ પોલીસના હવાલે કર્યો હતો. અરવલ્લી એલસીબીનો સ્ટાફ જુદી-જુદી ટીમો બનાવીને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જુદી જુદી જગ્યાએ વોચમાં હતો.

તે દરમિયાન શામળાજી આશ્રમ ચાર રસ્તા પાસે એલસીબીની ટીમ નાસતા ફરતા આરોપીઓ ની વોચમાં હતી દરમિયાન એલસીબીને બાતમી મળી હતી કે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો આચરી ને છેલ્લા સાત વર્ષથી નાસતો ફરતો આરોપી સુનિલ રૂપલાલ ડામોર રહે. કારછા તા. ખેરવાડાનો શખ્સ રતનપુર ચેકપોસ્ટ થઈને ગુજરાતમાં પ્રવેશવાનો હોવાની માહિતીના આધારે એલસીબીના સ્ટાફે શામળાજી આશ્રમ ચાર રસ્તા પાસે વોચ ગોઠવી ને ઉપરોક્ત આરોપીને કોર્ડન કરીને દબોચી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...