રથયાત્રા:મોડાસા શહેરમાં 524 પોલીસના બંદોબસ્ત સાથે ભગવાન જગન્નાથની 40 મી રથયાત્રા નીકળશે

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પોલીસે રથયાત્રા સમિતિ અને શાંતિ સમિતિ સાથે બેઠકનું આયોજન કર્યું

મોડાસામાં મહામારીના બે વર્ષ બાદ આ વર્ષે તા. 1 જુલાઈ શુક્રવારે ભગવાન જગન્નાથની નીકળનારી 40 મી રથયાત્રાની આયોજકો દ્વારા તડામાર તૈયારી આરંભી દેવાઇ છે. સાથે સાથે જિલ્લા પોલીસ અને ટાઉન પોલીસ દ્વારા રથયાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત માટે 524 પોલીસ અને હોમગાર્ડ જવાનો તેનાત કરવા માટે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે તખ્તો તૈયાર કર્યો છે અને સાથે સાથે ખાનગી રાહે પોલીસ વોચ પણ ગોઠવાઇ છે.

જિલ્લા પોલીસે રથયાત્રા સમિતિ અને શાંતિ સમિતિ સાથે પણ બેઠક યોજી હતી. બાલકનાથજી મંદિરથી નીકળનારી રથયાત્રા ડીપ વિસ્તાર ચાર રસ્તા મેઘરજ રોડ આઇટીઆઇ માલપુર રોડ ચાર રસ્તા નવા બસ સ્ટેશન જૂના ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તાર પરબડી ચોક જૈન દેરાસર થઈ નિજ મંદિરે પરત ફરશે.

રથયાત્રાનો બંદોબસ્ત
ડીએસપી 1, ડીવાયએસપી 2, પીઆઈ 7, પીએસઆઇ 14, પોલીસ જવાન 350, હોમગાર્ડ સહિત અન્ય જવાન 150

અન્ય સમાચારો પણ છે...