મેઘરજના ગામોના વિકાસના માથે મીંડુ:ભૂતિયાથી રાયાવાડા તરફનો 4 કિમી રોડ આઝાદી પછી પાકો બન્યો જ નથી, ગ્રામજનોએ રસ્તા માટે રામધૂન કરી સૂત્રોચ્ચાર કર્યા

અરવલ્લી (મોડાસા)12 દિવસ પહેલા
  • સૂત્રોવાળા પ્લે કાર્ડ રાખીને રામધૂન અને સૂત્રોચ્ચાર કરી તંત્ર પાસે પાકા રસ્તાની માંગ

મેઘરજ તાલુકો ટ્રાયબલ વિસ્તાર છે. ત્યારે ટ્રાયબલ વિસ્તારમાં સરકાર દ્વારા ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. મેઘરજ તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાર્ષિક કરોડો રૂપિયાનું બજેટ ફાળવાતું હોય છે. ત્યારે ભૂતિયાથી રાયાવાડા તરફનો 4 કિલોમીટર રોડ આઝાદી બાદ હજુ પણ કાચો અને ખાડાઓવાળો જ છે. ચોમાસામાં આવા રસ્તે ખૂબ કાદાવ કીચડ થાય છે જેના કારણે મચ્છરજન્ય રોગચાળો થવાની પણ સંભાવના છે. છેલ્લા 60 વર્ષથી કાચા રસ્તાને લઈ ખૂબ જ પરેશાન સ્થાનિક જનતાએ કાચા રસ્તા પર બેસી રામધૂન કરી હતી અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

રામધૂન અને સૂત્રોચ્ચાર કરી પાકા રસ્તાની માંગ
ગ્રામજનોએ ઝડપથી રસ્તો પાકો બને એવી માંગ કરી છે. તંત્રમાં અનેક વખત રજૂઆતો પણ કરી છે. પરંતુ આ વિસ્તારની રજૂઆત કોઈ ધ્યાનમાં લેતું નથી. પરિણામે આજે બુધવારે ગ્રામજનોએ હાથમાં અલગ-અલગ સૂત્રોવાળા પ્લે કાર્ડ રાખીને રામધૂન અને સૂત્રોચ્ચાર કરી અનોખી રીતે તંત્ર પાસે પાકા રસ્તાની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...