હાલાકી:અરવલ્લી આરોગ્ય વિભાગના હંગામી કર્મીઓને 3 માસથી પગાર અપાયો નથી

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીડીઓને આવેદન આપી નિયમિત પગાર ચૂકવવા રજૂઆત કરાઇ

અરવલ્લી જિ.પં.ના તાબા હેઠળ આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા વર્ગ-3 અને વર્ગ-4 ના આઉટસોર્સ કર્મચારીઓને 3 માસથી વેતન ન ચૂકવાતા DDO ને આવેદન આપ્યું હતું. પગાર ન ચૂકવાતા કારમી મોંઘવારીમાં તેમની હાલત કફોડી થઈ ગઇ હોવાથી ડીડીઓને આવેદન આપી નિયમિત પગાર ચૂકવવા માગણી કરાઇ હતી.

કર્મચારીઓએ આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ માસથી પગાર ન થતાં તેમને લગ્નસરાની મૌસમમાં સામાજિક વ્યવહારો કરવામાં પણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તદુપરાંત નહિવત પગાર ધોરણમાં કારમી મોંઘવારીમાં ઘર પરિવાર ચલાવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે. છેલ્લા ત્રણ માસ વિતવા છતાં પગાર ન ચૂકવવામાં આવતા જિલ્લા પંચાયત ખાતે વર્ગ-૩ અને ૪ ના કર્મચારીઓએ ડીડીઓને આવેદનપત્ર આપી સમયસર વેતન ચૂકવવા રજૂઆત કરી હતી. સાથે સાથે તેમણે પ્રત્યેક માસની તારીખ 1 થી 10 સુધીમાં પગાર ચૂકવવામાં આવે તેવી માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...