ડિસેમ્બર માસ પછી ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળતો હોય છે અને આ ઠંડી પડવાથી શિયાળુ પાકને ફાયદો થતો હોય છે. ત્યારે આરોગ્યને લઈ પણ ઠંડી ખૂબ જરૂરી છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે અને જેના લીધે ઠંડીનું પ્રામાણ વધ્યું છે.
અરવલ્લી જિલ્લામાં આજે સવારથી ઠંડીનું પ્રમાણ જોવા મળ્યું હતું. ગગડતા તાપમાન વચ્ચે ઠંડીથી રક્ષણ મેળવવા લોકો તાપણાના સહારે જોવા મળ્યા હતા. વૃદ્ધ લોકોએ ઘરમાંથી બહાર નીકળવાનું ટાળ્યું હતું. જ્યારે નોકરી વ્યવસાય અર્થે જતા લોકો ગરમ વસ્ત્રો પહેરવા લાગ્યા છે. લોકોએ ખોરાકમાં પણ ગરમ પદાર્થો, વસાણાનો ઉપયોગ કરવા લાગ્યા છે. ત્યારે હજુ પણ આગામી બે દિવસ ઠંડીનું પ્રમાણ વધવાની હવામાન વિભાગની આગાહી છે. ત્યારે તંત્ર દ્વારા પણ લોકોને સતર્ક રહેવા સૂચના કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.