સમગ્ર ગુજરાતમાં કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈ પોતાનો હક માગવા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરતા હોય છે. ત્યારે આજથી તલાટીઓ પોતાના કામકાજથી અળગા રહીને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. જેના પગલે અરજદારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
તલાટીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જવા પામ્યા
છેલ્લા કેટલાય સમયથી તલાટી કમ મંત્રી અને રેવન્યુ તલાટીઓએ સરકાર પાસે પોતાની પડતર માગણીના સ્વીકાર માટે અનેક વખત રાજ્ય મંડળોને રજુઆત કરી છે. પણ સરકારી તંત્ર દ્વારા તલાટીઓની માગણી ધ્યાને લેવાતી નથી. જેથી સમગ્ર ગુજરાતમાં આજે મંગળવારથી તમામ તલાટીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જવા પામ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે તાલુકા પંચાયત આગળ 45થી વધારે તલાટીઓએ એકઠા થઇ ગ્રામ પંચાયતના સિક્કા જમા કરાવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.