પ્લાસ્ટિક ખુબ જ અરોગ્ય માટે હાનિકારક મનાય છે. હલકી ગુણવત્તાવાળું પ્લાસ્ટિક વાપરવાથી શરીર માટે હાનીકારક હોય છે. ત્યારે આવા પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગોનો ખાદ્યચીજો ભરવામાં ઉપયોગ કરનાર વેપારીઓ સામે તંત્રની લાલ આંખ.
મોડાસા નગરપાલિકા દ્વારા શહેરના ફળફળાદી અને શાકભાજીના વેપારીઓ દ્વારા ખાદ્યચીજો ભરવા માટે હલકી ગુણવત્તાવાળું પ્લાસ્ટીક વાપરતા હોવાની બાતમી હતી. જેથી નગરપાલિકાની બે ટિમો દ્વારા વેસ્ટ પ્લાસ્ટિક વાપરનારા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી અને આવી નબળી ગુણવત્તાવાળા 112 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપી પાડ્યું હતું.
સરકાર દ્વારા અમુક નિશ્ચિત ગુણવત્તાવાડા જ પ્લાસ્ટિક વાપરવા માટેની ગાઇડલાઈન નક્કી કરેલ છે. એ જ પ્લાસ્ટિક બેગ વાપરી શકાય છે પરંતુ નાના ફળફળાદી અને શાકભાજીના વેપારીઓ હલકી ગુણવત્તાવાળા પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા હોય છે જે આરોગ્ય માટે હાનિકારક છે. જેથી નગરપાલિકાની ટીમે આવા 112 કિલો પ્લાસ્ટિક બેગો જપ્ત કરીને તેમની સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે અને વેપારીઓને કાપડની બેગો વાપરવા માટે સમજાવવામાં આવ્યા છે. શાકભાજી અને ફળફળાદીની ખરીદી માટે આવતા ગ્રાહકોને પણ કાપડની બેગોનો ઉપયોગ માટે સમજાવ્યા હતા. આમ નગરપાલિકાની કામગીરીથી આમ જનતામાં પણ ખુશી વ્યાપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.