માંગણી:ભિલોડાના બાયપાસ રોડ પર દબાણો દૂર કરી રસ્તો કાઢવા CMને રજૂઆત

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તપાસ કરી કાર્યવાહી કરવા મુખ્યમંત્રીએ હૈયાધારણ આપી

ભિલોડા તાલુકાના ખલવાડ, લીલા, મઉ ટોડા, ભિલોડા કંપા, નારસોલી અને મોહનપુરથી નીકળતો બાયપાસ ફોર વે રસ્તો ઉપરોક્ત ગામડાઓમાંથી કાઢવાના બદલે ભિલોડામાં થઈને જે ફોરવે એ રસ્તો જાય છે. ત્યાં આગળ ઉપરોક્ત બાયપાસ રોડ કાઢવા માટે મુખ્યમંત્રીને જાગૃતિ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો અને ખેડૂતો દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ રજુઆત કરાઈ હતી. મુખ્યમંત્રીએ આ અંગે તપાસ કરાવીને ઘટતું કરવા આગેવાનોને હૈયાધારણા આપી હતી.

જાગૃતિ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ ના હોદ્દેદારો વાઘજીભાઈ ગામેતી સુરેશભાઇ પ્રજાપતિ સોમાભાઈ ડામોર અને ખેડૂતો દ્વારા ગાંધીનગર મુખ્યમંત્રી ને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે ભિલોડા તાલુકાના ખલવાડ, લીલા, મઉ ટોડા, ભિલોડા કંપા, નારસોલી અને મોહનપુરથી ભિલોડાને બાયપાસ કરતો રસ્તો બનાવવા માટે સર્વે હાથ ધરવામાં આવ્યો છે

જેમાં ઉપરોક્ત ગામડાઓના ખેડૂતોને પારાવાર નુકશાન થાય તેમ છે અને ગરીબ ખેડૂતો જમીન વિહોણા થઈ જાય તેવી પરિસ્થિત નું નિર્માણ થનાર છે આ ગરીબ ખેડૂતો પોતાનું છાપરું બાંધી ખેતરમાં વસવાટ કરે છે અને તેમની આજીવિકાનો આધાર આ ટુકડો જમીન છે તેના ખેતી સિવાય આ ખેડૂતો માટે બીજો કોઈ મોટો ધંધો નથી. તથા આ ગામોની વસ્તી આદિવાસી, બક્ષિપંચ સમાજની છે આ સમાજના લોકાના હિતને ધ્યાનમાં રાખવા મુખ્યમંત્રીને વિનંતી કરાઇ હતી.

દબાણો દૂર નહીં થાય તો આંદોલનની ચીમકી
તથા વેપારીઓને ખુલ્લેઆમ ધંધો કરવા માટે દબાણ કરવાની છૂટ આપવામાં આવે છે તો ભિલોડા ગામમાં થઈ ને જે રસ્તો જાય છે તેને પહોળો ખુલ્લો કરવા વ્યવસ્થા કરવા અથવા બજારને નડતરરૂપ હોય તો ઓવેર બ્રિજ બનાવવા રજૂઆત કરાઇ હતી. આ રસ્તો બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે અને ગરીબ પરિવારોના માથેથી છત છીનવાઈ જશે તો ના છૂટકે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. મુખ્યમંત્રીએ ઉપરોક્ત રસ્તા પકડે તપાસ કરાવીને ઘટતી કાર્યવાહી કરવા આગેવાનોને હૈયાધારણા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...