એક તરફ વિકાસની મોટી મોટી વાતો થતી હોય છે. ત્યારે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો આઝાદીના આટલા વર્ષો પછી પણ પાયાની સુવિધાઓથી વંચિત છે. ત્યારે મેઘરજ તાલુકાના વાંટા ગામના ગ્રામજનોએ ડિપના બદલે પુલની માગ સાથે રામધૂન કરી હતી.
મેઘરજના વાંટા ગામ 1500 ની વસ્તી ધરાવે છે. આ ગામના રહીશો ખેતી અને પશુપાલનના વ્યવસાય પર નિર્ભર છે. ગામમાંથી બીજા ગામ જવા માટે એક વાંઘુ આવે છે આ વાંઘા પર ડિપ છે. જેથી ચોમાસાના સમયે ડિપ પરથી 6 ફૂટ જેટલું પાણી વહે છે. જેથી લોકો સંપર્ક વિહોણા થાય છે. પાણી ઉતરી ગયા બાદ પણ ડિપનો રસ્તો તૂટી જતા મોટા મોટા ખાડા પડી ગયા છે. જેથી વાહનો તો ઠીક પણ ચાલતા જવા માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે વિદ્યાર્થીઓ ખેડૂતો અને આમ જનતા ડીપ પરથી જવા અસમર્થ છે.
ગ્રામજનોએ અનેક વખત તંત્રમાં રજુઆત કરી પણ તંત્રના બહેરા કાને આ ગ્રામજનોની રજુઆત સંભળાતી નથી. જેથી આજરોજ ગ્રામજનોએ ડિપ આગળ બેસી રામધૂન કરી હતી અને વાંટા ગામે ડિપના બદલે પુલ બનાવવાની માગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.