• Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • Students Of Bhiloda's Jeshingpur Primary School Forced To Study Dangerously By Wading Into The River; Demand To Build A Bridge Over The River

નદીમાં થઈને 'સ્કૂલ ચલે હમ':ભિલોડાના જેશીંગપુર પ્રા. શાળાના વિદ્યાર્થીઓ નદીમાં ઉતરી જોખમી રીતે અભ્યાસ કરવા મજબુર; નદી પર પુલ બનાવવા માંગ

અરવલ્લી (મોડાસા)18 દિવસ પહેલા

ગતિશીલ ગુજરાતમાં હજુ પણ ઘણા ગામો એવા છે કે જ્યાં વિકાસ પહોંચ્યો નથી અને વિદ્યાર્થીઓ આમ જનતા તમામને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વાત છે ભિલોડા તાલુકાના જેશીંગપુર દામા ફળિયાની જેશીંગપુર ગામ અને જેશીંગપુરદામાં ફળિયા વચ્ચે એક નદી આવે છે, ત્યારે જેશીંગપુર દામાં ફળિયાના 50 ઘરની વસતિના લોકો અને નાના મોટા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે શાળા કોલેજમાં જવા માટે આ બે ગામ વચ્ચે આવેલ નદી પાર કરી જવું પડે છે.

લોકોને 10 કિલોમીટર ફરીને જવુ પડે છે
ચોમાસાના સમયે નદીમાં ભારે પાણી આવી જાય છે ત્યારે વિદ્યાર્થીઓને અવર જવર બંધ થઈ જાય છે. જ્યાં સુધી કમર સુધી પાણી હોય ત્યાં સુધી વહાલીઓ વિદ્યાર્થીઓને પકડીને જોખમ ખેડી લઈ જાય છે પણ વધારે પાણી આવી જાય ત્યારે અભ્યાસ માટે જઈ શકાતું નથી અને વિદ્યાર્થીઓને ચોમાસાના ચાર માસ અભ્યાસથી વંચિત રહેવું પડે છે, આગળના બીજા ગામમાં 10 કિલોમીટર ફરીને જવું પડે છે, જે પરવડે એમ નથી જેથી જેશીંગપુર અને જેશીંગપુર દામાં ફળિયા વચ્ચે આવેલ નદી પર પુલ બનાવવામાં આવે એવી વિદ્યાર્થીઓની માગ છે.

તાત્કાલીક પુલ બને એવી ગ્રામજનોની માગ
આ જેશીંગપુર દામાં ફળિયાના 50 ઘરના ન માત્ર વિદ્યાર્થીઓ પરંતુ ગ્રામજનોને દૂધ ભરવા માટે દુધડેરી પણ જેશીંગપુર ગામમાં છે. સેવા મંડળી પણ સામે ગામ છે એ સિવાય ભિલોડા શામળાજી જવું હોય બિમારી સમયે દર્દીને લઈ જવો હોય કે અન્ય ખેતીવાડીને લાગતું કામકાજ હોય પણ નદી અવશ્ય પસાર કરવી જ પડે જેથી જેશીંગપુર પાસે આવેલ નદી પર પુલ બનાવવામાં આવે એવી સ્થાનિક લોકોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...