• Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • State Level Celebrations Will Be Held In Aravalli; Gujarat Police Band Rehearsed Playing Garba On Patriotic Tunes At Yatradham Shamlajima.

આઝાદીના મહાપર્વની ઉજવણીની તૈયારીઓ:રાજ્ય કક્ષાની ઉજવણી અરવલ્લીમાં કરાશે; ગુજરાત પોલીસ બેન્ડ દ્વારા યાત્રાધામ શામળાજીમા દેશભક્તિની ધુન પર ગરબા રમી રિહર્સલ કરાયું

અરવલ્લી (મોડાસા)2 મહિનો પહેલા

ભારત દેશ આઝાદ થયે 75 વર્ષે પૂર્ણ થયા છે, ત્યારે સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ અલગ અલગ દેશભક્તિના કાર્યક્રમો દ્વારા મનાવી રહ્યું છે. ત્યારે ગુજરાત રાજ્યનો 76મો સ્વાતંત્ર્ય પર્વ 15મી ઓગસ્ટની ઉજવણી અરવલ્લીમાં કરાશે. ત્યારે આ કાર્યક્રમમાં સહભાગી બનનાર તમામ કલાકારોએ પોતાની પેક્ટિસ શરૂ કરી છે.

પોલીસના રિહર્સલથી ભક્તો પણ ઝૂમી ઉઠ્યાં
76 માં સ્વાતંત્ર્ય પર્વ 15મી ઓગસ્ટની રાજ્ય કક્ષાની ઉજવણી અરવલ્લીના મોડાસા ખાતે છે, ત્યારે આ કાર્યક્રમમાં રાષ્ટ્રગીતથી લઈ અલગ-અલગ દેશ ભક્તિના ગીતોની ધૂન વગાડવા માટે ગુજરાત પોલીસ બેન્ડ દ્વારા યાત્રાધામ શામળાજીમાં પોતાનું રિહર્સલ કર્યું હતું અને મધુર સંગીત સાથે સમગ્ર મંદિર પરિસરમાં દેશભક્તિની અનોખી ઝલક જોવા મળી હતી. એક-એક દેશભક્તિના ગીતો એટલા સુરીલા અને મધુર હતા કે યાત્રાધામ શામળાજીમાં ભગવાન કાળિયા ઠાકરની ઝાંખી કરવા આવેલા ભક્તો પણ પોલીસ બેન્ડના સંગીતના સુર આગળ પોતાની જાતને રોકી ના શક્યા અને મંદિરના ચોકમાં મોટી સંખ્યામાં ગરબે ઘૂમી ઉઠ્યા હતા. આમ ગુજરાત પોલિસ બેન્ડના સંગીતે સમગ્ર મંદિર પરિસરને દેશભક્તિના રંગથી રંગી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...