મુસાફરોમાં આનંદ:મોડાસાથી કેવડીયાકોલોની આજથી એસટી બસ શરૂ

મોડાસા6 દિવસ પહેલા
  • કૉપી લિંક

અરવલ્લી જિલ્લાની મુસાફર જનતાની માંગણીને ધ્યાનમાં રાખીને આજ થી મોડાસા કેવડીયાકોલોની નવો એક્સપ્રેસ રૂટ શરૂ કરાતાં મુસાફરોમાં આનંદની લહેર પ્રસરી છે. હવે આસાનીથી કેવડીયાકોલોની માત્ર 163 રૂપિયામાં પહોંચશે અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર્યટક સ્થળની મુલાકાત લઇ શકશે. તેમ મોડાસાના અગ્રણી જયેશભાઈ કામરાજે જણાવ્યું હતું.

અરવલ્લી જિલ્લાના જાગૃત નાગરિકોએ મોડાસાથી કેવડીયાકોલોની એસટી બસ શરૂ કરવા માટે એસ.ટી સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરતાં મોડાસા એસટી ડેપો મેનેજર હર્ષદ પટેલ અને બાયડ ડેપો મેનેજર રાજેશ પટેલ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. સવારે 6:00 મોડાસાથી કેવડીયા વાયા બાયડ, કપડવંજ, વાસદ, વડોદરા, ડભોઇ, ગરુડેશ્વર થઈને કેવડિયા 11 કલાકે પહોંચશે. મુસાફર જનતા રૂપિયા 163માં 243 કિલોમીટર પાંચ કલાકમાં મુસાફરી કરીને સીધા કેવડીયાકોલોની પહોંચવાના હોવાથી મુસાફર જનતામાં આનંદની લહેર પ્રસરી છે.

અન્ય સમાચારો પણ છે...