સાલ, મેડલ અને પ્રમાણપત્ર આપાયા:મોડાસામાં બારા પંચાલ સમાજનો સન્માન સમારોહ યોજાયો; મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં

અરવલ્લી (મોડાસા)એક મહિનો પહેલા

નવા વર્ષ નિમિત્તે મોડાસાના મેઘરજ ઇસરી બારા પંચાલ સમાજ દ્વારા આયોજિત નવાગામ ખાતે ઇનામ વિતરણ તેમજ સ્નેહ સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમાજના અગ્રણીઓ સહીત વડીલો, યુવાનો તેમજ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે ભોજન લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

75 વર્ષથી વધુ ઉંમરની વ્યકતિઓનું સન્માન કરવામાં આવ્યું
મેઘરજના ઇસરી બારા પંચાલ સમાજ દ્વારા નવા વર્ષ નિમિત્તે નવાગામ ખાતે તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમની શરૂઆતમાં સમાજની દીકરી દ્વારા ગણેશ સ્તુતિ તરીકે ભરત નાટ્યમ તેમજ તલવાર બાજી યોજી વિશ્વકર્મા દાદાની આરતી કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં સમાજની અંદર વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરનાર વિધાર્થીઓને સાલ, મેડલ અને પ્રમાણપત્ર આપી સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સમાજની અંદર 75 વર્ષથી વધુ ઉંમરની વ્યકતિઓનું સન્માન કરવામાં આવ્યું હતુ.

100 થી પણ વધુ લોકોનું સન્માન કરાયુ
વધુમાં વય નિવૃત્તિ પામેલા શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર વ્યકતિઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આમ પંચાલ સમાજ દ્વારા કુલ 100 થી પણ વધુ લોકોનું સન્માન કરી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમ પ્રમુખ તેમજ આમંત્રિત મહેમાનો અને શિક્ષણ સમિતિના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં સમાજના અગ્રણીઓ સહીત વડીલો, યુવાનો તેમજ મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતા. અંતે ભોજન લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...