મતદાન જાગૃત્તિ કાર્યક્રમ:અરવલ્લીમાં સ્નેહ મિલન અને મતદાન જાગૃત્તિ કાર્યક્રમ; મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં

અરવલ્લી (મોડાસા)3 મહિનો પહેલા

હાલ વિધાનસબભાની ચૂંટણી નજીકમાં છે, ત્યારે સરકારી તથા સ્વાઇચ્છીક સંસ્થાઓ દ્વારા લોકશાહીના પર્વમાં વધુ મતદાન થાય તે માટે લોકજાગૃતિના કાર્યક્રમો યોજાતા હોય છે. ત્યારે માલપુરના અભિલાષા ચેરીટેબલ ટ્રસ્ટ તથા અરવલ્લી જિલ્લા સમાજ કલ્યાણ વિભાગ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

દિવ્યાંગો માટે ​મતદાન જાગૃત્તિ કાર્યક્રમ
માલપુરના અભિલાષા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ લોકોના ઉત્થાન માટેના કાર્યક્રમો યોજતા હોય છે. ત્યારે હવે વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે અને લોકશાહીના પર્વને ઉત્સાહ પૂર્વક ઉજવવા માટે જિલ્લાના તમામ દિવ્યાંગો પોતાનો પવિત્ર મત આપ્યા વગર રહી ન જાય તે માટે સમાજ કલ્યાણ વિભાગની ઉપસ્થિતિમાં મતદાન જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અભિલાષા ચેરીટેબલ ટ્રસ્ટના દિવ્યાંગ પ્રમુખ જીજ્ઞેશ ભટ, સમાજ કલ્યાણ અધિકારી વિજય ચૌધરી, માલપુર બ્રહ્મ સમાજ પ્રમુખ, જાયન્ટ્સ પ્રમુખ, વન મંડળીના વન પંડિત સહિત મોટી સંખ્યામાં દિવ્યાંગ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...