શામળાજી ભિલોડા હાઈવે ઉપર ગુણીયા કૂવા સ્ટેન્ડ પાસે રાત્રે ટ્રાવેલ્સ પલટી મારતાં તેમાં પરિવાર સાથે મુસાફરી કરતી શિક્ષિકાનું રૂ. 231000 ના સોનાના દાગીના અને રોકડ રકમ ભરેલું પર્સ મોકાનો ફાયદો ઉઠાવી ચોરો ભાગી છૂટ્યા હતા. આ અંગે રાજપીપળામાં ફરજ બજાવતી શિક્ષિકાએ શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
રાજસ્થાનના અજમેર પાસે વિજયનગરના અને રાજપીપળા શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પ્રાચીબેન અશોકસિંહ ક્ષત્રિય ઉદેપુર થી રાત્રે લેક સિટી ટ્રાવેલ્સ નંબર rj 27pc 1001 માં પરિવાર સાથે અમદાવાદ જવા નીકળ્યા હતા.
તે દરમિયાન ટ્રાવેલ્સ ભિલોડાના ગુણીયા કૂવા સ્ટેન્ડ પાસે ચાલકની બેદરકારીના કારણે પલટી મારી જતાં મોકાનો ફાયદો ઉઠાવીને ચોરો શિક્ષિકાનું રૂ. 216000ના સોનાના દાગીના ભરેલું પર્સ જેમાં સોનાની વીંટી નંગ-2 તથા મંગલસૂત્ર તથા સોનાનું પેન્ડલ સેટ અને સોનાની બુટ્ટી જોડ અને પાકીટમાં રહેલ રોકડ રૂ.15000 તેમજ એટીએમ કાર્ડ સહિત કુલ રૂ.231000 ની મત્તાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ જતાં પ્રાચીબેન અશોક સિંહ ક્ષત્રિય હાલ રહે સૃષ્ટિ પાર્ક સોસાયટી નવા નરોડા અમદાવાદ કૃષ્ણનગરે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. ચોરીની ઘટનાથી ચકચાર મચી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.