સતત ધમધમતા રોડ પર ધોળે દિવસે તસ્કરી:મોડાસાના નગરપાલિકા વિસ્તારમાં કારના કાચ તોડી તસ્કરો ચોરી કરવામાં સફળ

અરવલ્લી (મોડાસા)18 દિવસ પહેલા

હાલ વધતી જતી મોંઘવારીમાં ચોરી, ઘરફોડ ચોરી, લૂંટ અને કારમાં તસ્કરીની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે આજે મોડાસાના પાલિકા વિસ્તારમાં કારમાં તસ્કરીની ઘટના સામે આવી હતી.

મોડાસા શહેરના નગરપાલિકા કચેરી વિસ્તારમાં એક મેડિકલ રિપ્રેઝન્ટેટિવ પોતાની કાર પાર્ક કરીને ડોક્ટર હાઉસ ગયા હતા. તે દરમિયાન કોઈ તસ્કરે પાર્ક કરેલી કારના કાચ તોડીને કારમાં રાખેલ લેપટોપ, 10 હજાર ભરેલ પાકિટ, એટીએમ કાર્ડ, ક્રેડિટ કાર્ડની તસ્કરી થઈ. જ્યારે અમદાવાદના એમ આર પોતાનું કામ પતાવી પરત આવ્યા ત્યારે કારના કાચ તૂટેલી હાલતમાં જોવા મળ્યા. જેથી કાર ચાલક હેબતાઈ ગયો અને કારમાં રાખેલ લેપટોપ અને પર્સની ચોરી થયેલી જાણીને મોડાસા ટાઉન પોલીસને જાણ કરી હતી. મોડાસા ટાઉન પોલીસે સમગ્ર ઘટના બાબતે આસપાસના સીસીટીવી મેળવવા અને તસ્કરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...