• Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • Sighting Of The Manoratha Of Giriraj Mountain In Malpur's Khadia Ka Raja Ganesha Festival; Devotees Thronged To See Giriraj Enshrined In Vraja

ગણપતિ બાપ્પા મોરયા:માલપુરના ખાડીયા કા રાજા ગણેશ મહોત્સવમાં ગિરિરાજ પર્વતના મનોરથના દર્શન; વ્રજમાં બિરાજેલ ગિરિરાજના દર્શન માટે ભક્તો ઉમટ્યા

અરવલ્લી (મોડાસા)23 દિવસ પહેલા

હાલ સમગ્ર દેશ અને વિદેશમાં ભગવાન ગણેશનો ઉત્સવ ચાલી રહ્યો છે. ત્યારે આ ઉત્સવમાં અલગ અલગ ઐતિહાસિક અને ધાર્મિક પ્રસંગોને અનુરૂપ દર્શનનો ખૂબ મહિમા વધ્યો છે. ત્યારે માલપુરમાં પણ આવા ધાર્મિક મનોરથના દર્શન યોજાયા હતા. ચાર રસ્તા ખાતે ખાડિયા કા રાજા ગણેશ મહોત્સવમાં આજે ગિરિરાજ પર્વતના દર્શન યોજાયા હતા. જેમના દર્શન માટે લોકો ઉમટ્યા હતા.

ગણેશ મહોત્સવમાં આજે ગિરિરાજ પર્વતના દર્શન યોજાયા
માલપુરમાં ખાડિયા ચાર રસ્તા ખાતે ખાડિયા કા રાજા ગણેશ મહોત્સવમાં આજે ગિરિરાજ પર્વતના દર્શન યોજાયા હતા. ભગવાન ગણેશજી જાણે આબેહૂબ વ્રજમાં ગિરિરાજ પર્વત પર બિરાજ્યા હોય એવા અલૌકિક દર્શન યોજાયા હતા. ગજાનંદની સ્થાપના પાસે સુંદર મજાના લીલા ઘાસ અને વૃક્ષ હોય એવા પર્વતીય નજારો ઉભો કરાયો હતો. ત્યારે તમામ ભક્તો વ્રજમાં બિરાજેલ ગિરિરાજના દર્શન માટે ઉમટી પડ્યા હતા. ત્યારે શહેરમાંથી હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભગવાન ગણેશજીની અલગ અલગ ધાર્મિક થીમ સાથે ઉજવણી થવા લાગી છે.

અન્ય સમાચારો પણ છે...